રાજકોટ
News of Tuesday, 7th January 2020

ભાભીની પાર્ટી સામે નણંદ મેદાનમાં

રવિન્દ્ર જાડેજાની વાઇફ રીવાબા બીજેપીમાં છે પણ એની બહેન નયનાબાએ કોંગ્રેસની રેલીની આગેવાની લીધી હતી

રાજકોટ તા.૭: નવજાત શિશુઓના મોત માટે રાજસ્થાન પછી ગુજરાત અને રાજકોટ પણ ખરડાયું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ નવજાત શિશુના અપમૃત્યુનો આંકડો મોટો થતો જતાં ગઇકાલે કોગ્રેસે બીજેપી વિરૂધ્ધ રાજકોટમાં એક રેલીનું આયોજન કર્યુ હતું. જે રેલીમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ચાલતી પોલિટિકલ વોર એ રેલીમાં જોવા મળી. રવિન્દ્રની વાઇફ રીવાબા જાડેજા બીજેપી સાથે જોડાયેલા છે અને પાર્ટીના અનેક કામો માટે જાહેરજીવનમાં દેખાય પણ છે. જયારે રવિન્દ્રની સગી મોટી બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ સાથે છે અને ગઇકાલે પહેલી વખત નયનાબા જાહેરમાં દેખાયા અને એ પણ ભાભીની પાર્ટીની વિરૂધ્ધમાં.

(11:39 am IST)