રાજકોટ
News of Tuesday, 6th December 2022

સંજીવની એક સાથે અનેક કલામાં માહેરઃ ખૂબ સારી ગાયિકા સાથે નૃત્‍યકાર અને લેખિકા પણ છે

બોલીવુડની આ પ્રતિભાવંત કલાકાર રાજકોટ ખાતે ૧૧મીએ હેમુગઢવી : હોલમાં પોતાના કંઠનું લાલિત્‍ય પીરસશેઃ માણવા તૈયાર રહેજો

રાજકોટઃ કોઇ એક વ્‍યકિત કોઇ એક કલામાં પારંગત હોય, નિષ્‍ણાંત હોય તે સ્‍વાભાવિક છે પણ બોલીવુડની પ્રખ્‍યાત ગાયિકા સંજીવની ભેલાંદે એક સાથે અનેક કલામાં માહેર છે. તેણી ખુબ સારી ગાયિકા છે તે સહુ કોઇ જાણે છે સાથે ખુબજ સારી નૃત્‍યાંગના છે તે પણ લોકોને ખ્‍યાલ છે. જયારે તેણી ખુબજ કૂશળ લેખીકા પણ છે. એક જ વ્‍યકિતમાં અનેક કલાનો સમન્‍વય બહુ ઓછા લોકોમાં જોવા મળે છે જયારે સંજીવની ભેલાંદે તે બહુ જુજ કલાકારોમાંની એક પ્રતિભાવંત કલાકાર છે.

કવિતા અને ગીતો લખવા સિવાય સંજીવનીએ મીરાં સહિત અનેક મરાઠી સંતોની રચનાઓનો અંગ્રેજીમાં અનુવાદમાં કર્યો છે. મીરા પર લખેલા તેના પુસ્‍તક અને સીડી ‘મીરા એન્‍ડ મી' અત્‍યંત લોકપ્રિય બન્‍યા છે. તેણી કહે છે, ‘જયારે હું વિદેશમાં પરફોર્મ કરવા જાઉં છું ત્‍યારે ત્‍યાં સ્‍થાયી થયેલા ભારતીયો તો આવે છે, પરંતુ તે દેશના નાગરિકો સ્‍થાનિક લોકો આવતા નથી કારણ કે તેઓ ભાષા સમજતા નથી. તેઓ પણ હિન્‍દુસ્‍તાની સંગીત અને સાહિત્‍યના શોખીન છે અને હું ઈચ્‍છું છું કે બહારના લોકો પણ આમાં જોડાય અને તેનો આનંદ લે. મીરાં વિશે લખવા પાછળ, મીરાને પસંદ કરવા પાછળ ત્રણ કારણો હતા- મહિલા સ્‍વતંત્રતા, આધ્‍યાત્‍મિકતા અને ભારતીયતા. જો કે, તેના પર કામ કરવું એ મીરાની સ્‍વયંસ્‍ફુરિતતા અને ગીતવાદને પકડવાનો પડકાર હતો. કારણ કે અંગ્રેજીમાં એ કોમળતા નથી. મારી પાસે દ્યણું હતું તેથી સખત મહેનત સાથે અંગ્રેજીના નાના શબ્‍દો શોધી સંગીતમાં પરોવ્‍યા હવે લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેથી કેટલાક મરાઠી સંતોના પદોને અંગ્રેજીમાં લખ્‍યા છે. ખ્‍યાતિ અને સફળતા પાછળ દોડતા આ યુગમાં જે રીતભાત થી ગાયિકા અને લેખિકા સંજીવની કામ કરી રહી છે તે ખરેખર આવનારી પેઢી માટે સુખદ આશા જગાડે છે.

રાજકોટ ખાતે ભારતીબેન નાયક દ્વારા પ્રસ્‍તુત તાલ તરંગ સંસ્‍થાના નેજા હેઠળ સંજીવની ફિલ્‍મ જગતના યાદગાર ગીતોની યાદોને ફરી જીવંત કરશે. આ તકનો લાભ લેવા આજે જ બોલીવુડ ઈવેન્‍ટ તાલ તરંગ કલબના ભારતીબેન નાયકનો મો.૯૮૯૨૬૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.(૩૦.૯)

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(3:44 pm IST)