રાજકોટ
News of Tuesday, 6th December 2022

પાડોશીને લાકડી વડે મારવાના ગુનામાં આરોપીનો નિર્દોષ-છુટકારો

રાજકોટ તા.૬: પાડોશીને લાકડી વતી માર મારવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છેકે તા.૧૩/૫/૧૮ના રોજ સાકેત પ્‍લાઝામા રહેતા ભારતીબેન બલવીરસીંગ શીખે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં હર્ષિલ અગ્રવાલ વિરૂધ્‍ધ પોતાને અને તેના પતિ અને ભાણેજને લાકડી વડે માર મારવાની ફરિયાદ કરેલ જે ગુનામાં હર્ષિલ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરેલ

આ કામમાં આરોપી વતી એડવોકેટ તરીકે રઘુવીર આર.બસીયા રોકાયેલા હતો આ કેસમાં કુલ સાત સાહેદોને તપાસેલ છે આરોપીના એડવોકેટની મુખ્‍યત્‍વે દલીલ એવી હતી કે આ કામમાં ઇજા પામનારને થયેલ ઇજાઓ જેવી ઇજા પડી જવાથી પણ થઇ શકે. આ કામમાં કોઇ સ્‍વતંત્ર સાહેદોને તપાસવામાં આવેલ નથી. નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની વિશદ છણાવટ કરવામાં આવેલ. બચાવપક્ષ એડવોકેટની દલીલોને ગ્રાહય રાખી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ. આ કામના આરોપી હર્ષિલ અગ્રવાલ તરીકે રઘુવીર આર.બસીયા રોકાયેલા હતા.

(3:38 pm IST)