રાજકોટ
News of Tuesday, 6th December 2022

બગસરાના હાર્દિક સુથારની ઇન્સ્ટાગ્રામ પર 'ડો. રાજીવ મહેતા' બની રાજકોટની તબિબ યુવતિ સાથે રૂા. ૨૩.૩૫ લાખની ઠગાઇ!

સરકારી નોકરી અપાવી દેશે, પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવી દેશે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નીમણુંક કરાવી દેશે તેવા બહાના આપી નાણા ખંખેર્યા અને છેલ્લે રાજકોટમાં ૪૦૦ બેડની હાર્ટ હોસ્પિટલમાં ભાગીદાર બનાવવાના નામે પણ છેતરપીંડી કરી : યુવતિએ છ મહિના સુધી આંધળો વિશ્વાસ મુકી કટકે-કટકે નાણા દીધાઃ તેણીનો ભાઇ પણ ગઠીયાની ચાલમાં ફસાયોઃ છેલ્લે ખબર પડી કે ડોકટરના નામે નાણા ઉઘરાવનારો ભાડાની દુકાન ચલાવે છેઃ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ગઠીયાને સાણસામાં લીધો : હાર્ટ સર્જન તરીકે ઓળખ આપી સુરતમાં ૭૦૦ બેડની હોસ્પિટલ હોવાના બણગા ફુંકયા ને મહિલા તબિબ અંજાઇ ગયા

રાજકોટ તા. : શહેરની એક તબિબ યુવતિ સાથે બગસરાના ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ મારફત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોકટર છે તેવી ખોટી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી બાદતમાં તેણીને સરકારી નોકરી અપાવવાની તેમજ પારૂ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને તેમજ છેલ્લે રાજકોટમાં પોતે ૪૦૦ બેડની હાર્ટ હોસ્પિટલ રૂ કરી રહ્યો છે તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી કટકે-કટકે કુલ રૂ. ૨૩,૩૫,૦૦૦ મેળવી લઇ ઠગાઇ કરતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સુધી વાત પહોંચતા તુરત ગુનો નોંધી તપાસ રૂ કરી ગઠીયાને સકંજામાં લેવા તજવીજ કરી છે. શખ્સ હકિકતે ડોકટર નહિ પણ ભાડાની મોબાઇલ શોપ ચલાવતો હોવાનું ખુલ્યું હતું.

સાયબર ક્રાઇમ પોલીસે બનાવમાં ભોગ બનનાર તબિબ યુવતિની ફરિયાદ પરથી અમરેલીના બગસરામાં રહેતાં હાર્દિક જયેશભાઇ અહાલપરા નામના ગુર્જર સુથાર શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, આઇટી એકટ ૬૬-સી હેઠળ ગુનો નોંધ્યો છે. શખ્સે પોતે ડોકટર છે તેવી ખોટી ઓળખ ઉભી કરી મહિલા તબિબ સાથે ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કર્યા બાદ મિત્રતા બાંધી પારૂ યુનિવર્સિટી બરોડામાં નોકરીની લાલચ આપી તેમજ હોસ્પિટલમાં પાર્ટનરશીપ કરવાનું વચન આપી કટકે કટકે રૂ. ૨૩,૩૫,૦૦૦ મેળવી લઇ છેતરપીંડી કરી હતી.

ભોગ બનનારે જણાવ્યું છે હું તબિબ છું અને હાલમાં નોકરી કરતી નથી. સોશિયલ મિડીયા ઇન્સ્ટાગ્રામમાં મારું એકાઉન્ટ છે. તા. ૨૬//૨૨ના રોજ મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડો.રાજીવ૨૦૨૧ નામથી રિકવેસ્ટ આવી હતી. જે મેં સ્વીકારી હતી. પછી તેની સાથે વાતચીત રૂ થઇ હતી. જે તે વખતે તેણે પોતાની ઓળખ ડો. રાજીવ મહેતા તરીકે આપી હતી. વાતચીત આગળ વધતાં એકબીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી. તે વખતે રાજીવે પોતે હાર્ટસર્જન છે અને સુરતમાં પોતાની હોસ્પિટલ છે તેમજ હોસ્પિટલનું નામ મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટ છે તેવું કહ્યું હતું. એટલુ નહિ હોસ્પિટલ ૭૦૦ બેડની હોવાનું પણ કહ્યું હતું.

ત્યારબાદ ડો. રાજીવે મને કહેલું કે તમારે સરકારી નોકરી જોઇતી હોય તો મારા ફઇનો દિકરો રાહુલ ગાંધીનગર સરકારી અધિકારી છે તેના મારફત તમને સરકારી ડોકટર તરીકે નોકરી અપાવી દઇશ. પણ માટે તમારે રૂ. અઢી લાખ ભરવા પડશે. તેની વાતમાં મને વિશ્વાસ બેસતાં અને તેણે મને નોકરી અપાવી દેશે તેવું વચન આપતાં મેં તેને રકમ આપી હતી. પછી થોડા દિવસ બાદ પારૂ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોઇ તેમાં માર્ક ઓછા પડતાં હોઇ મેં ડો. રાજીવ મહેતાને વાત કરતાં તેણે કહેલું કે પારૂલમાં પણ મારા ઓળખીતા મેડમ છે જે તારું એડમિશન કરાવી આપશે. પરંતુ માટે મેનેજમેન્ટ ફી તમારે ભરવી પડશે અને ફીની રકમ ,૭૫,૦૦૦ જેવી થાય છે.

આથી મેં એડમિશન માટે રાજીવને કટકે કટકે ગૂગલ પેથી તથા બેંક એકાઉન્ટમાં રકમ મોકલી હતી. પછી મેં મારા કુટુંબીને ડો. રાજીવ અંગે વાત કરી હતી અને તેણે મારા ભાઇ સાથે વાત કરી હતી. ડો. રાજીવે ત્યારે કહેલુ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે તેમાં તમારે જોબ મેળવવી હોય તો મારા ફઇનો દિકરો ગાંધીનગર સરકારી અધિકારી છે તે તમને રાજકોટ સિવિલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેશે તેમ કહી તેના માટે રૂ. લાખ ભરવા પડશે તેમ કહેતા મારા ભાઇએ ગૂગલ પેથી તથા બેંક એકાઉન્ટ મારફત ડો. રાજીવને રકમ મોકલી દીધી હતી. ઉપરાંત ડોફ રાજીવે બાદમાં કહેલું કે હવે હું રાજકોટમાં એરપોર્ટ રોડ પર ૪૦૦ બેડની મહેતા હાર્ટ હોસ્પિટલ ચાલુ કરવાનો છું, તેમાં તમારે ભાગીદારીમાં રહેવું હોય તો મને જણાવો. જેથી મેં ઘરે વાત કરતાં મને ના પાડવામાં આવી હતી. પણ મારા ભાઇને વાત કરતાં તેણે ડો. રાજીવ સાથે વાત કરતાં તેણે વચન-વિશ્વાસ આપતાં અમે રૂ. ,૯૫,૦૦૦ ભાગીદારી પેટે ડો. રાજીવ મહેતા તરીકે પોતાને ઓળખાવનારને આપી દીધા હતાં. ઉપરાંત બીજા ,૧૫,૦૦૦ પણ કટકે કટકે મેં તેને આપ્યા હતાં. આમ કુલ રૂ. ૨૩,૩૫,૦૦૦ ડો. રાજીવ મહેતાને મેં આપ્યા હતાં. પરંતુ બાદમાં ખબર પડી હતી કે કોઇ ડોકટર નથી અને બગસરામાં રહેતો હાર્દિક જયેશભાઇ અહાલપરા નામનો ૩૭ વર્ષનો શખ્સ છે. તેણે મારી સાથે ખોટા નામે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી મિત્રતા વધારી નોકરી, એડમિશન અને રાજકોટની સિવિલમાં નિમણુંક અપાવવા ઉપરાંત રાજકોટમાં રૂ થનારી હોસ્પિટલમાં ભાગીદારીના બહાને કટકે કટકે લાખો રૂપિયા લઇ લીધા હોઇ મેં સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

પીએસઓ દિપકભાઇ પંંડિતે ગુનો દાખલ કર્યો હતો. એસીપી વી. એમ. રબારીની રાહબરીમાં પીઆઇ કે. જે. મકવાણા અને રાઇટર કિરીટસિંહ ઝાલાએ તપાસ આરંભી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી. શખ્સ હકિકતે ડોકટર નહિ પણ ભાડાની મોબાઇલની દૂકાન ચલાવતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હોઇ તેની અટકાયત કરાયા બાદ પોલીસ આગળ તપાસ કરશે શખ્સ પોતે ગુર્જર સુથાર જ્ઞાતિનો છે અને તબિબ યુવતિ સમક્ષ પોતે બ્રાહ્મણ જ્ઞાતિનો હોવાનું અને હાર્ટ સર્જન ડો. હાર્દિક મહેતા હોવાના બણગા ફુંકી તેણીને ફસાવી હોવાનું સામે આવ્યું છે. બીજા આવા કોઇ ગુના આચર્યા છે કે કેમ? તે સહિતની તપાસ કરવામાં આવશે.

 

(3:31 pm IST)