કુવાડવાના સાતડા પાસે ‘હિટ એન્ડ રન': બિહારના મજૂર જગવીરનું મોત
રવિવારે રાતે રસ્તો ઓળંગતો હતો ત્યારે આઇશરનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો'તોઃ યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો
રાજકોટ તા. ૬: કુવાડવાના સાતડા નજીક હિટ એન્ડ રનના બનાવમાં મુળ બિહારના યુવાનનું ગંભીર ઇજા થતાંમોત નિપજ્યું છે.
કુવાડવા જીઆઇડીસીમાં પરેશ ટ્રેડર્સ કંપની પાસે રહેતો અને ત્યાં જ કારખાનામાં નોકરી કરતો જગવીર ગલટેનભાઇ યાદવ (ઉ.૪૦) રવિવારે રાતે કારખાનાની રૂમેથી નજીકમાં કોઇ માટે જતો હતો ત્યારે સાતડાના પાટીયા પાસે રસ્તો ઓળંગતી વખતે એક આઇશરનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. જગવીરને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત રાતે દમ તોડી દેતાં સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.
જગવીર મુળ બિહારનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે એક દોઢ મહિના પહેલા જ અહિ મજૂરી કરવા આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે જાણ કરતાં એરપોર્ટ રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.