રાજકોટ
News of Monday, 6th December 2021

ડો. પ્રકાશ મોઢાને પરશુરામ એવોર્ડ

 ન્યુરો-સ્પાઇન સર્જરી ક્ષેત્રના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરતા ગોકુલ હોસ્પિટલવાળા ડો. પ્રકાશ મોઢાને પરશુરામ એવોર્ડ એનાયત કરાયો છે. રાજયસભાના પૂર્વ સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઇ ભારદ્વાજ દ્વારા શરૂ કરાયેલ બહુમુખી પ્રતિભા સન્માન અંતર્ગત આ વર્ષે યોજાયેલ સમારોહ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ડો. મોઢાને પરશુરામ એવોર્ડ એનાયત કરાયો હતો.

(3:59 pm IST)