રાજકોટ
News of Monday, 6th December 2021

મ.ન.પા.માં નવા વિસ્તારો ભેળવાયા છે ત્યારે...

રાજકોટ શહેરની હદ કયાં પુરી થાય છે અને કયાંથી શરૂ થાય છે? સાઇન બોર્ડ મુકો

લોકોને શહેર અને રૂડાની હદનો ખ્યાલ આવે તે માટે શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મ્યુ. કમિશનર અમિત અરોરાને પત્ર પાઠવી રજૂઆત કરી

રાજકોટ,તા. ૬ : તાજેતરમાં મહાનગરપાલિકામાં નવા વિસ્તારોમાં મેળવાયા છે ત્યારે લોકોને તાજેતરમાં ખ્યાલ આવે તે માટે શહેરની હદ કયાં પૂર્ણ થતી હોય અને રૂડાની હદ શરૂ કયાંથી થતી હોય તે સ્થળે સાઇડ બોર્ડ મુકવાની રજુઆત શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મ્યુ. કમિશનર અમિત અરોરાને પત્ર પાઠવી કરી હતી.

આ અંગે સુરેન્દ્રસિંહ વાળાએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે , શહેરની વસ્તી અને વિસ્તાર દિવસે દિવસે વધી રહયો છે ત્યારે શહેરીજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓને એ બાબતની જાણકારી મળતી નથી કે રાજકોટની હદ કયાંથી શરૂ અને કયાંથી પૂર્ણ થાય છે તેનો ખ્યાલ આવતો નથી વિશેષ કરીને રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા તંત્રને પણ આંતર માળખાકીય સુવિધા આપતી વેળાએ અનેક વખત હદની ચકાસણી કરવી પડતી હોય છે સામાન્ય નાગરિકોને હદનો સુપેરે ખ્યાલ આવી શકે તે માટે શહેરના પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો જેમાં ગોંડલ રોડ, મોરબી રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ, સહિતના સાતેય મુખ્ય માર્ગો પર રૂડા તથા મહાનગરપાલિકાની કયાંથી શરૂ થાય છે અને કયાં પૂર્ણ થાય છે તેના રીફલેકટર સાથેના મોટા સાઇન બોર્ડ મુકાવવા માટે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરાવવા માંગણી કરી છે.

વિશેષ કરીને છેલ્લા સાત વર્ષોમાં રાજકોટમાં કોઠારીયા, વાવડી, મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-૧ (પાર્ટ)સહિતના સાત ગામોનો સમાવેશ થાય છે તેથી રાજકોટ ભૌગોલિક હદમાં ઘણો વધારો થયો છે. તેમજ નવા ભળેલા ગામોના વિસ્તારો કે જે હવે રાજકોટ શહેરનો વિસ્તાર છે ત્યાં આગળ પણ વિવિધ મુખ્ય માર્ગો અને સોસાયટીઓ દર્શાવતા સાઇન બોર્ડ વહેલામાં વહેલી તકે મુકવામાં આવે તે જરૂરી છે કારણ કે, સામાન્ય શહેરીજનો નવા ભળેલા વિસ્તારોની ભૂગોળથી અજાણ હોય છે અને તેના લીધે પરેશાનીનો સામનો કરવો પડે છે. સાઇન બોર્ડ નગરસેવકોની ગ્રાન્ટમાંથી મુકવામાં આવતા હોય છે પણ અમારી માંગણી એવી છે કે આપશ્રીને મળેલા વિશેષ અધિકારો અને સત્ત્।ાનો ઉપયોગ કરીને બોર્ડ મુકવાની આ કામગીરી રૂડા અથવા મહાનગરપાલિકાના ખર્ચે કરવામાં આવે નગરસેવકોને મળતી ગ્રાન્ટની રકમ ઓછી હોય અને તેનો ઉપયોગ અન્ય લોકઉપયોગી કામોમાં કરવાનો હોય છે રાજકોટ શહેરની હદ પૂર્ણ થતી હોય અને રૂડાની હદ શરૂ થતી હોય તે સ્થળે તાત્કાલિક સાઇન બોર્ડ મુકવા દંડક સુરેન્દ્રસિંહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી સુચના આપી છે.

(3:07 pm IST)