રાજકોટ
News of Monday, 6th December 2021

રાજકોટમાં ૬ કરોડના ખર્ચે બનાવાશે આધુનિક આર્ટ ગેલેરી : ગુજરાતમાં નં. ૧ હશે

રેસકોર્ષની આર્ટ ગેલેરી જર્જરીત બની છે ત્યારે...

રાજકોટ તા. ૪ :.. શહેરનાં રેસકોર્સ સંકુલમાં આવેલ મ.ન.પા.ની આર્ટ ગેલેરી હવે જર્જરીત બની છે. ત્યારે રાજકોટનાં કલાકારોની નવી આધુનિક આર્ટ ગેલેરી બનાવવાની વર્ષો  જુની માંગ હવે પુરી થશે.

કેમ કે મ.ન.પા. દ્વારા જૂની આર્ટ ગેલેરીનાં સ્થાને મોટી બે માળની એટલે કે ગ્રાઉન્ડ  તથા ૧ માળની આર્ટ ગેલેરી બનાવાશે. આ આર્ટ ગેલેરીમાં ઇન્ટરનેશનલ અને રાષ્ટ્રીય કક્ષાનાં પેન્ટીંગ, તેમજ અન્ય ચીજ વસ્તુઓનું પ્રદર્શન - વેચાણ થઇ શકે.

તેવી સુવિધાઓ ઉપરાંત પ્રદર્શનની ચીજ વસ્તુઓ માટે આધુનિક લાઇટીંગ ઇફેકટ, સ્ટેજ, સ્ટેન્ડ, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

ઉપરાંત અલગ-અલગ ત્રણ વિભાગમાં ગેલેરીઓ બનશે. વિશાળ પાર્કીંગની સુવિધાઓ હશે. નોંધનીય છે કે, આ નવી આધુનિક આર્ટ ગેલેરી  માટે  મેયર સહિતનાં પદાધિકારીઓ માટે ખાસ પ્રેઝન્ટેશન યોજાયેલ જેનું નિર્દેશન જોતા આ આર્ટ ગેલેરી ગુજરાતની નં. ૧ આર્ટ ગેલેરી બનશે તેવી આશા પદાધિકારીઓ સેવી રહ્યા છે.

(11:43 am IST)