રાજકોટ
News of Friday, 6th December 2019

'સીટ' રચી સરકારે સ્વીકાર્યું કે પરીક્ષામાં ગેરરીતિ થઇ છે

સોમવારે વિધાનકુચમાં જોડાવા યુવાનોને હેમાંગ વસાવડાની અપીલ

રાજકોટ, તા. ૬ : સંઘ પ્રેરિત લોકોને જ નોકરી આપવાના એજન્ડા સાથે સરકાર કામ કરી રહી છે માટે જ આ સરકાર દ્વારા થતી દરેક પરીક્ષામાં ગેરરીતિ સામે આવી રહી છે. આ સરકાર ગુજરાતના યુવાનોની કારકીર્દી સાથે રમત રમી રહી છે તેમ કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યા છે. બીનસચિવાલય કલાર્કની ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વાત પણ સરકારે 'સીટ' લોલીપોપ છે. 'સીટ'નો રીપોર્ટ પણ તૈયાર જ છે. જાણે 'ઓલ ઇઝ વેલ' દસ દિવસ પછી કહેવાનું છે. જો ગેરરીતિ થઇ જ છે તો પરીક્ષા રદ કેમ નહીં ? નથી થઇ તો 'સીટ' શું કામ ? તેવો સવાલ ડો. વસાવડાએ ઉઠાવ્યો છે.

તા. ૯ના રોજ કોંગ્રેસ દ્વારા શ્રી અમીતભાઇ ચાવડાની આગેવાનીમાં યોજાયેલ યુવાનોના હકક અધિકાર માટેની વિધાનસભા કુચમાં જોડાવા યુવાનોને આપીલ કરતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે 'કાં પરીક્ષા રદ, કાં સરકાર રદ.'

(4:09 pm IST)