'હોટલ લક્કિ 'ની શુભેચ્છા મુલાકાતે હાર્દિક પટેલઃ માઇનોરીટી ડિપાર્ટમેન્ટ એન.એસ.યુ.આઇ દ્વારા આગતા સ્વાગતા
રાજકોટઃ કોંગ્રેસના યુવા નેતા અને પાસના કન્વિનર હાર્દિક પટેલ તાજેતરમાં જ કોર્ટ મુદ્દતે રાજકોટ આવેલ હતા. ત્યારે રાજકોટ કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન યુનુસભાઇ જુણેજાની લક્કી હોટેલ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે માઇનોટીરીટી ડિપાર્ટમેન્ટના હોદેદારો તેમજ એનએસયુઆઇના હોદેદારો દ્વારા હાર્દિક પટેલનું સન્માન કરવામાં આવ્યું છે. આ તકે માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન યુનુસભાઇ જુણેજા, વાઇસ ચેરમેન ઇમરાન પરમાર, મકસુદ ચાવડા,સાહિદ ચૌહાણ, હમીદ દલ, સલીમ કારીયાણી, તૈયબ જુણેજા, અજીત જુણેજા, મુકેશ પરમાર,ઘનશ્યામ મકવાણા, તારીક શેખ, અરબાઝ પઠાણ, તેમજ એનએસયુઆઇના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર, પ્રદેશ મંત્રી અફઝલ જુણેજા, મિત પટેલ, જિલ્લા પ્રમુખ રોહિત રાજપૂત પૂર્વ પ્રમુખ મયુર વાંક, બ્રિજેશ પટેલ, તુષાર નંદાણી, જનમક પટેલ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ તકે હાર્દિક પટેલે માઇનોરિટી ડિપાર્ટમેન્ટના હોદેદારોના તેમજ એનએસયુઆઇના હોદેદારો સાથે સ્થાનિક પ્રશ્રો અંગે ચર્ચા કરી સમીક્ષા કરી હતી. તે સમયની તસ્વીરો નજરે પડે છે.