રાજકોટ
News of Friday, 6th December 2019

પોપટપરાના હમીદાબેન રૃંજાની હત્યામાં બુટલેગર યાકુબ, અનીષા અને પરવીન રિમાન્ડ પર

પ્ર.નગર પોલીસે ત્રણેયને કોર્ટમાં રજુ કરતા કાલ સુધીના રીમાન્ડ મેળવ્યા

રાજકોટ, તા., ૬: પોપટપરામાં ત્રણ પુત્રો સાથે રહેતી ત્યકતા મુસ્લીમ મહિલા હમીદાબેન સલીમભાઇ રૃંજા (ઉ.વ.૪પ) ની હત્યામાં પ્ર.નગર પોલીસે નામચીન બુટલેગર તેની પત્ની અને સાળીની ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં. ૧૪ માં રાધીકા ડેરી પાછળ હનીફભાઇ કાસમભાઇ જુણેજાના ગામેતી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોરના ફલેટમાં રહેતા હમીદાબેન સલીમભાઇ રૃંજા (ઉ.વ.૪પ) તેનો પુત્ર અસ્પાક બંન્ને ઘરે હતા ત્યારે બજરંગવાડીની અનિશા ઉર્ફે ફતી, કકુબેન, યાકુબ, જાવીદ, શાહરૂખ, કોનેને, મોહીન સહીતે આવી કુકર અને લાકડીના ઘા ફટકારી હમીદાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા બંન્નેને સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં હમીદાબેનનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમા઼ પ્ર.નગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ બી.બી.બોરીસાગર સહીતે બુટલેગર યાકુબ મુસા મોટાણી તેની પત્ની અનીષા ઉર્ફે ફતી યાકુબ મોટાણી અને સાળી પરવીન ઉર્ફે હકુની ધરપકડ કરી હતી. બાદ પોલીસે ત્રણેયને આજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ત્રણેયના આવતીકાલ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા.

(3:58 pm IST)