રાજકોટ
News of Friday, 6th December 2019

સ્કોલરશીપના સહારે શિક્ષણ મેળવી 'ગોલ્ડન ફયુચર' તરફ ડગ માંડો

કોઇપણ વર્ષમાં અને કોઇપણ સ્ટ્રીમમાં ગ્રેજયુએશન કરતી વિદ્યાર્થીનીઓ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ તથા આસામ રાઇફલ્સના કર્મચારીઓના કુટુંબીજનો, પરીક્ષા આપનાર તથા સાયન્સ અને અન્ય કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ઉપલબ્ધઃ ધોરણ ૮ થી ૧ર ના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્ક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ અરજીપાત્ર

રાજકોટ તા.૬ :  આજના જમાનામાં શિક્ષણ અનિવાર્ય બનતું જાય છે અને સાથે - સાથે ઉચ્ચ શિક્ષણ મોંઘુ બનતુ જાય છે. ત્યારે સાયન્સ, કોમર્સ, આર્ટસ, મેડીકલ, એન્જીનીયરીંગ, ધોરણ ૮ થી ૧ર, વિવિધ કોમ્પીટીટીવ એકઝામ્સ, ફાર્મસી વિગેરે ક્ષેત્રે ઉપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે. વિવિધ શિષ્યવૃતિઓના સહારે તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અચૂકપણે પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકે છે. ઘણાં કિસ્સામાં તો માત્ર વિદ્યાર્થીનીઓ માટે જ સ્કોલરશીપ ઉપલબ્ધ છે. તો સાથે - સાથે કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા આમર્ડ પોલીસ ફોર્સ તથા આસામ રાઇફલ્સના કર્મીઓના કુટુંબીજનો મટે પણ સ્કોલરશીપ ઉપલબ્ધ છે. તમામ શિષ્યવૃતિઓની વિગતો જોઇએ તો...

 ફેર એન્ડ લવલી કેરીયર ફાઉન્ડેશન સ્કોલરશીપ અંતર્ગત ભારતની વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ મળી રહી છે. જે વિદ્યાર્થીનીઓ ગ્રેજયુએશનના કોઇપણ વર્ષમાં અને કોઇપણ સ્ટ્રીમમાં હોય તેઓ આ શિષ્યવૃતિ માટે અરજીપાત્ર છે. વિવિધ સ્ટ્રીમાં બી.એ., બી.એસ.સી., બી. કોમ., બી.ઇ., બી.ટેક, એલએલ.બી., બી-ફાર્મસી, બીડીએસ, બી.એચ.એમ. એસ., બી. એચ. એમ., બી. પી. એઙ, બી. એઙ, બી. એસ. એલ., બીબીએ, અથવા આ કોર્સીસની સાથે પોસ્ટ ગ્રેજયુએશનનો પણ સમાવેશ થાય છે.

ઉપરાંત કોઇ કોચીંગ સેન્ટરમાંથી બેંકીંગ સર્વિસ, સી.એ., સી. એસ., આઇ. સી.ડબલ્યુ., સીએટી, એમ. બી.એ., જેઇઇ, આઇઆઇટ., સિવિલ સર્વિસીસ, સરકારી નોકરીઓ, એન્જીનીયરીંગ, પીએમટી વિગેરે પરીક્ષાઓની તૈયારી કરતા સ્ત્રી ઉમેદવારો પણ અરજીપાત્ર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

૧પ થી ૩૦ વર્ષ સુધીની વિદ્યાર્થીનીઓ કે જેઓએ ધોરણ ૧૦ અને ૧ર માં ૬૦ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય અને જેઓની કૌટુંબિક વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજી કરી શકે છે. શિષ્યવૃતિ મેળવનાર ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી અને રૂબરૂ મુલાકાત (સાક્ષાત્કાર)ના આધારે થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૧પ-૧ર-૧૯ છે. શિષ્યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થીનીઓને રપ થી પ૦ હજાર રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત થશે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/Akila/fal11

 પ્રાઇમ મિનીસ્ટર સ્કોલરશીપ સ્કીમ ફોર સેન્ટ્રલ આર્મડ પોલિસ ફોર્સીસ એન્ડ અસમ રાઇફલ્સ ર૦૧૯-ર૦ અંતર્ગત કલ્યાણ અને પુનર્વસન બોર્ડ (warb) ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રના સશસ્ત્ર પોલીસ દળો અને આસામ રાઇફલ્સના કર્મચારીઓ અને તેઓના આશ્રિતો માટે આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. આા યોજના અંતર્ગત રાજય પોલીસ કર્મચારીઓને એન્જીનીયરીંગ, મેડીકલ (મેડીસીન), ડેન્ટલ, વેટરનરી, બીબીએ, બી.સી.એ., બી-ફાર્મા, બી.એસ.સી., એમ.બી., એમ.સી.એ. જેવી ડીગ્રી મેળવવા માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

સીએપીએફ. અથવા એઆર કે જેઓ ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ પામ્યા હોય તેઓની વિધવા પત્નીઓ, ઓનડયુટી અસક્ષમ બનેલ જવાનોના આશ્રિતો, સેવાનિવૃત અને સેવા આપી રહેલા સીએપીએફ અને એઆર કર્મચારીઓના આશ્રિતો, રાજય પોલીસ કર્મચારીઓ કે જેઓ નકસલી અથવા આતંકી હુમલામાં શહીદ થયા હોય તેઓના આશ્રિતો આ શિષ્યવૃતિ માટે અરજીપાત્ર છે. શિષ્યવૃતિ મેળવનાર આશ્રિતોએ ધોરણ ૧ર માં કે પછી ડીપ્લોમાં વિગેરેમાં ઓછા ૬૦ ટકા મેળવેલા હોવા જરૂરી છે.

શિષ્યવૃતિ માટે પસંદ થનાર  વિદ્યાર્થીઓને રપ૦૦ તથા વિદ્યાર્થીનીઓને રૂપિયા ૩૦૦૦ પ્રતિ મહિને મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિ તારીખ ૧પ-૧ર-ર૦૧૯  છે.

 કોલેજ બોર્ડ ઇન્ડિયા સ્કોલર્સ પ્રોગ્રામ ર૦૧૯-ર૦ અંતર્ગત કોલેજ બોર્ડ દ્વારા તેજસ્વી અને આર્થિક સહયોગ ઇચ્છીત ધોરણ ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓને એસએટી પરીક્ષા ફી માં છૂટછાટ આપવામાં આવે છે. એસએટી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓને ગ્લોબલ હાય એજયુકેશન એલાયન્સ ઇન્સ્ટીટયુશનમાંથી ગ્રેજયુએશન કરવા માટે પૂર્ણ શિષ્યવૃતિ પ્રાપ્ત થશે. આ માટે એસએટી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવો જરૂરી છે.

- અરજી કરવા માટેની પાત્રતા

 ર૦૧૯-ર૦ માં ભારતમાં અભ્યાસ કરતા ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓ કે જેઓની કૌટુંબિક વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય અને જેઓ પરીક્ષામાં સારા રેન્ક (૧૩પ૦/૧૬૦૦) પ્રાપ્ત કરશે તેઓ સંપૂર્ણ શિષ્યવૃતિને પાત્ર બનશે.

ઉપરાંત ધોરણ ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ કે જેઓના પરિવારની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓને એસએટી પરીક્ષા ફી માં પ૦ થી ૯૦ ટકા જેટલી છૂટ મળવાપાત્ર થશે. સારો રેન્ક પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય, તેઓને ગ્લોબલ હાયર એજયુકેશન એલાયન્સ ઇન્સ્ટીટયુટસમાંથી ગ્રેજયુએટ થવા માટે પુર્ણ શિષ્યવૃતિ પ્રાપ્ત થશે. ૩૧-પ-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/cb12

  એલઆઇસી એચએફએલ વિદ્યાધન સ્કોલરશીપ અંતર્ગત એલઆઇસી હાઉસીંગ ફાયનાન્સ લી. દ્વારા આર્થિક સહયોગ ઇચ્છનાર તથા કૌટુંબીક સંકટોથી ઘેરાયેલ વિદ્યાર્થીઓને ભણવા અને શિક્ષણ પ્રાપ્ત કરવા આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ સ્કુલ, આઇટીઆઇ, ડીપ્લોમા,  યુજી, પીજી વિગેરેમાં અભ્યાસ કરે છે. તેઓ અરજી પાત્ર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

  જે વિદ્યાર્થીઓ ધોરણ ૮ થી ૧ર માં, આઇટીઆઇ, ડીપ્લોમાં, ગ્રેજયુએશન અથવા તો પોસ્ટ ગ્રેજયુએશનમાં અભ્યાસ કરતા હોય અને જેઓએ છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૬પ ટકા મેળવ્યા હોય તેઓ અરજીપાત્ર છે. ઉપરાંત ધોરણ ૧૦ અને ૧ર ની બોર્ડ પરીક્ષા ઓછામાં ઓછા ૬પ ટકા સાથે પાસ કરી હોય અને જેઓની કૌટુંબિક વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજી પાત્ર છે. શિષ્યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થીઓને શૈક્ષણીક કક્ષાના આધારે ૧૦ થી ૩૦ હજાર રૂપિયા સુધીની રકમ  મળવાપાત્ર થશે. ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧ર-ર૦૧૯ છે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/lhvs1

 ટેકિનપ ઇન્ડિયા લી. સ્કોલરશીપ અંતર્ગત ટેકિનપ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનીયરીંગ તથા મેથ્સ (ગણિત) માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેજસ્વી તથા આર્થિક સહયોગ ઇચ્છનાર વિદ્યાર્થીનીઓ અરજી પાત્ર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

  કોઇપણ રાજયની વિદ્યાર્થીનીઓ કે જેઓ દિલ્હી, મુંબઇ અથવા ચેન્નાઇમાં આવેલ કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં સાયન્સના વિષયો (પીસીએમ) સાથે ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી હોય તેઓ અરજીપાત્ર છે.

ઉપરાંત બી.ઇ./બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હોય અને જેઓએ છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવ્યા હોય તથા જેઓની કૌટુંબિક વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ પણ અરજીપાત્ર છે. શિષ્યવૃતિ માટે પસંદ થનાર વિદ્યાર્થીનીઓને તેઓના શિક્ષણના ખર્ચ માટે ર૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૧ર-૧૯ છે.

- અરજી કરવા માટેની લીંક

http://www.b4s.in/akila/til539

(3:44 pm IST)