રાજકોટ
News of Friday, 6th December 2019

સાઇનરજી એલ્યુમીનીયમના ભાગીદાર જુદા જુદા ત્રણ ચેક રીટર્ન કેસોમાં છ-માસની સજા ફરમાવતી અદાલત

ત્રણેય ચેકો મુજબની કુલ ૧૬ લાખની રકમ ફરીયાદીને એક માસમાં ન ચુકવે તો વધુ છ-છ માસની સજા ભોગવવા કોર્ટનો આદેશ

રાજકોટ તા.૬:  રાજકોટમાં નાનામવા રોડ પર શાસ્ત્રીનગરમાં રહેતા સાઈનરજી એલ્યુમીનીયમના ભાગીદાર કેતન કાંતીલાલ સંચાણીયાએ પરફેકટ એન્જીનીયરીંગના માલીક રમેશ વલ્લભભાઈ વેકરીયાને રકમ રૂ।.૧૬,૦૦,૦૦૦/- ચુકવવા ઈસ્યુ કરી આપેલ જુદા જુદા ત્રણ ચેકો રીટર્ન થતા થયેલ ત્રણ કેસો ચાલી જતા ત્રણેય કેસો સાબિત માની રાજકોટના એડી ચીફ જ્યુડી. મેજી. આરોપી સાઈનરજી એલ્યુમીનીયમના ભાગીદાર કેતન કાંતીલાલ સંચાણીયાને ત્રણેય કેસોમાં છ-છ માસની સજા અને ત્રણે ચેકો માર્હેનું રૂ.૧૬,૦૦,૦૦૦/- નું ફરીયાદીનું લેણુ એક માસમાં આરોપી ન ચુકવે તો વધુ છપ્રછ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ  કેસની હકીકત જોઈએ તો, રાજકોટમાં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં પરફેકટ એન્જીનીયરીંગના નામે પી.વી.સી. ફોર્મશીટનો ધંધો કરતા રમેશ વલ્લભભાઈ વેકરીયા પાસેથી આરોપી કેતન કાંતીલાલ સંચાણીયા કે જેઓ સાઈનરજી એલ્યુમીનીયમના નામે ધંધો કરતા હોય ફરીયાદી પાસેથી પી.વી.સી. ફોમશીટ ખરીદ કરેલ તેના માલ પેટેના તેમજ આરોપી ફરીયાદી સાથે અન્ય એક ધંધામાં ભાગીદાર હોય જેથી સબંધના નાતે વધુ રકમ લઈ માલ પેટેની તેમજ સબંધના દાવેની રકમ મળી કુલ રકમ રૂ.૧૬,૯૫,૦૦૦/-્ર થતા હોય તેમાથી રૂ.૯૫,૦૦૦- ફરીયાદીને ચુકવી બાકીની રકમ રૂ.૧૬,૦૦,૦૦૦/-્ર અદા કરવા રકમ આઠ લાખનો એક તથા ચાર લાખના બે ચેકો મળી ત્રણ ચેકો ઈસ્યુ કરી આપેલ જે ફરીયાદીએ તેઓની બેંકમાં રજુ કરતા ચેકો રીટર્ન થતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવાં છતા ફરીયાદીનુ લેણુ અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં જુદા જુદા ત્રણ કેસો આરોપી વિરૂધ્ધ દાખલ કરેલ.

ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠેરવી અદાલતે નોંધેલ કે ચેકો વગર સ્વીકારાયે પરત થતા રહે છે તે ખુબ ગંભીર બાબત ગણાય અને આવા ગુન્હાઓ દીન-પ્રતિદીન વધી રહયા છે.તેના ઉપર અંકુશ રાખવો જરૂરી છે કાયદા પાછળનો હેતુ, આરોપીની વર્તણુક લક્ષે લેતા ઉપરાંત લોકોને બેંકીગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે અને સમાજમાં દાખલો બેસે તે ઉપરાંત લેજીસલેચરનો ઈરાદો કાયદાને અસરકારક બનાવવાની મુખ્ય ફરજો અદાલતોની છે લોકો ચેકોનો બેફામ દુરઉપયોગ કરતા અટકી શકે અને ભારતીય અર્થતંત્ર કે જે વિકાસશીલ અથતંત્ર છે તેને નુકશાન ન થાય જયારે હાલના આરોપી પુરતુ બેલેન્સ ન હોવા છતા ખોટા ચેકો આપવા ટેવાયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે તેમ -માની આરોપીને ત્રણેય કેસોમાં તકસીરવાન ઠેરવી છપ્રછ માસની કેદની સજા તથા રૂ।.૧૬,૦૦,૦૦૦/-એક માસમાં ફરીયાદીને ચુકવી આપવા, તેમ કસુર કર્યે ત્રણેય કેસોમાં વધુ છ-છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.   ઉપરોકત કામમાં ફરીયાદી રમેશ વેકરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભૂવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:28 pm IST)