રાજકોટ
News of Friday, 6th December 2019

ઇકો કાર ધીમી ચલાવવાનું કહી નારણભાઇ તથા પુત્ર દેવરાજ પર પ શખ્સોનો હુમલો

લક્ષ્મી છાયા સોસાયટીમાં બનાવઃ અશરફ, ઇરફાન, આશીષ, બીલાલ અને અવેશ સામે ગુનો

રાજકોટ તા. ૬: શહેરના રૈયા રોડ પર આવેલ લક્ષ્મીછાયા સોસાયટીમાં ઇકો કાર ધીમી ચલાવવા બાબતે કોળી પિતા-પુત્ર સાથે પાંચ શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર મારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરની લક્ષ્મીછાયા સોસાયટી શેરી નં. ૧ માં રહેતા નારણભાઇ નાજાભાઇ ઝાલા (ઉ.વ. ૬ર) અને તેનો પુત્ર દેવરાજ બંને પોતાની ઇકો કારમાં ઘર તરફ આવતા હતા ત્યારે સોસાયટીમાં ઘર પાસે રહેતા અશરફ કડીવાર, ઇરફાન કડીવાર, આશીષ કડીવાર, બીલાલ કડીવાર અને અવેશ કડીવારે તેને રોકી ગાડી ધીમી ચલાવવા બાબતે ઝઘડો કરી ગાળો આપતા તેને ગાળો દેવાની ના પાડતા પાંચેય શખ્સોએ ઉશ્કેરાઇને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા બાદ નારણભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી. સી. પરમારે તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)