રાજકોટ
News of Friday, 6th December 2019

સેન્ટ્રલ એકસાઇઝ અને સર્વીસમાં દંડ-વ્યાજ માફીની યોજના

રાજકોટ તા.૬: કેન્દ્ર સરકારે એક અભૂતપૂર્વ યોજના સબકા વિશ્વાસ (વારસા વિવાદ સમાધાન યોજના), ૨૦૧૯ રજૂ કરી છે જે હેઠળ સેંટ્રલ એકસાઇઝ અને સર્વીસ ટૅકસ ના મુકદમાં / તપાસ / ઓડિટ / બાકી લેણા ના મામલા બાબતે છે. વધુ માં આ યોજના સ્વૈચ્છિક જાહેરાત હેઠળ એ લોકો ને તક ઓ છે કે જેમના દ્વારા અગાઉ ભરવાના થતાં સેંટ્રલ એકસાઇઝ કર અને સર્વીસ ટૅકસ ભરવામાં આવ્યા નથી. આ યોજના માં ભરવાના થતાં કર માં નોંધપાત્ર માફી છે જ્યારે યોજના વ્યાજ, દંડ, લેટ ફી અને કાનૂની કાર્યવાહી માંથી સંપૂર્ણ માફી આપે છે. આ યોજના ની માહિતી www.cbic.gov.inપર ઉપલબ્ધ છે અને યોજના હેઠળ ઘોષણાપત્ર પણ ત્યાં જ કરી શકાશે.

આ યોજના અંતર્ગત અત્યાર સુધી અભૂતપૂર્વ કહી શકાય તેમ રાજકોટ આયુકતાલય ને ૪૦૦ થી વધુ અરજીઓ પ્રાપ્ત થયેલ છે જેમાં કુલ રૂપિયા ૮૦ કરોડ જેટલી રકમ સામેલ છે. આ માંથી લગભગ ૫૦% અરજીઓનો અંતિમ નિકાલ લાવી દેવા માં આવેલ છે જેમાં કુલ રૂપિયા ૪૭ કરોડ જેટલી રકમ સામેલ છે.

વધુમાં જી.એસ.ટી. - મિત્ર હેલ્પ ડેસ્ક સારી રીતે કામ કરી રહેલ છે, જે આયુકતાલય, રાજકોટ અને મંડળ કાર્યાલયો એ કાર્યરત છે જેમાં કરદાતા ને ઉપયોગી માહિતી / માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે તથા તેમની કોઈ શંકા હોય તો દુર કરવામાં આવે છે તથા ઘોષણાપત્ર ફાઇલ કરવામાં પણ મદદ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ઘોષણાપત્ર ફાઇલ કરવાથી માંડી મામલો બંધ કરવાની જાણકારી સુધી ની તમામ પ્રકિયા ઓનલાઈન છે જેથી કરદાતા ને જી.એસ.ટી. કચેરીએ મુલાકાત લેવાની જરૂર પણ પડતી નથી.

આથી તમામ લાયક તથા ઇચ્છુક કરદાતા ને આ યોજના નો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે, કેજે તારીખ ૩૧.૧૨ના રોજ સમાપ્ત થાય છે.

(3:27 pm IST)