રાજકોટ
News of Friday, 6th December 2019

જીવરાજ પાર્કથી આર્યલેન્ડ રોડને ડામરથી મઢવાનું શરૂ

 વોર્ડ નં. ૧૧માં સમાવેશ થતો વિસ્તાર જીવરાજ પાર્કથી આર્યલેન્ડ રોડ પર આજ રોજ ડામરથી મઢવાની કામગીરી માટે આ વિસ્તારનાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ.જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર તેમજ વસંતબેન માલવીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. આ ડામરકામ રૂ. ૩૪,ર૮,૦૦૦નો ખર્ચ કરવામાં આવશે. આ પ્રસંગે આ વિસ્તારના લોકો તથા વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા હાજર રહયા હતા. આ વિસ્તારના જનસમુદાયમાં સુખદેવસિંહ, સહદેવસિંહ, શૈલેષભાઇ, ગજેન્દ્રસિંહ, મહેશભાઇ, અશોકસિંહ, વિશાલભાઇ, મનીષભાઇ, સંતોકીભાઇ, રાજેન્દ્રસિંહ, રેવાભાઇ, રિન્કુભાઇ, રસીકભાઇ, હનીશભાઇ, વિનયભાઇ, અજીતસિંહ, વિજયસિંહ, દર્શકભાઇ, સચીનભાઇ, રજનીભાઇ, અંકુરભાઇ, લલીતભાઇ, લાલાભાઇ, રવિભાઇ, જયેશભાઇ, પારસભાઇ, જીતેન્દ્રભાઇ, મનસુખભાઇ, જગતભાઇ, ગોપીભાઇ, દેવીનભાઇ, હેમાંગભાઇ તેમજ કેતનભાઇ હાજર રહેલ હતા.

(3:27 pm IST)