રાજકોટ
News of Thursday, 6th December 2018

ક્રિકેટ એકેડમી ઓફ પઠાણઃ પ્રથમ વર્ષગાંઠની ઉજવણી

રાજકોટ : ક્રિકેટ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર ગુજરાતના જાણીતા ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલ ક્રિકેટ એકેડમી ઓફ પઠણના રાજકોટ સેન્ટરને સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થતાની ઉજવણીના ભાગરૂપે મુલાકાતે આવેલ હતા. ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ રાજકોટ સેન્ટર ખાતે અલગ અલગ બેચમાં સવારથી લઇ સાંજ સુધી ૧૦૦(સો) થી પણ વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. પીચવિઝન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની ફીટનેશ માટે ડાયેટીશયન અને ફિઝયોથેરાપીસ્ટની નિયમિત મુલાકાત કરવામાં આવે છે. ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કોચ ગ્રેગ ચેપલ દ્વારા ડિઝાઇન થયેલા ઇન્ટરનેશનલ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓને પદ્ધતિસરની મોડયુલ વાઇઝ તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભવિષ્યના ઘડતરમાં પુરેપુરો સહયોગ આપશે તેવી ખાતરી આપી છે.(૧.૨૪)

(4:32 pm IST)