વોર્ડ નં. ૧૦ના સદગુરૂનગરમાં ડામર રોડનું ખાતમુહુર્ત કરતાં અંજલીબેન રૂપાણી
રાજકોટઃ વોર્ડ નં. ૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સદગુરૂનગરમાં ડામર રોડનું ખાત મુહુર્ત મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે વખતની તસ્વીર. આ ખાત મુહુર્ત પ્રસંગે વોર્ડ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, ભરતભાઇ અઘેરા, મહેન્દ્રસિંહ ચુડાસમા, રાજભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, યોગી રાણા, કૃષ્ણસિંહ જાડેજા, પરાક્રમસિંહ ઝાલા, વિક્રમસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, રઘુભા વાઘેલા, ધર્મરાજ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા તથા સ્થાનીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (૭.ર૯)