મારકુટ-લુંટના કેસમાં આગોતરા જામીન અરજી રદ કરતી કોર્ટ
રાજકોટ, તા.૬: માર મારી લુંટ ચલાવવાના ગુનામાં આરોપી રમેશ રાણાએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.
આ બનાવ અંગે પડધરી તાલુકાના અમરેલી ગામે રહેતા ફરીયાદી હિતેષ પરશોતમ અકબરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાલાવડ રોડ ઉપર મોટેલ ધ વિલેજ પાસે રમેશ રાણા તથા અન્યોએ ફરીયાદીને લાકડી પાઇપ વડે હુમલો કરી લુંટ કરી હતી.
આ ફરિયાદના અનુસંધાને આરોપીને આગોતરા જામીન અરજી કરી હતી. જેની સુનાવણી થતાં બંને પક્ષોની રજુઆત દલીલો બાદ સેસન્સ કોર્ટે આગોતરા અરજી રદ કરી હતી.
આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. અતુલભાઇ જોષી, તથા ફરીયાદી બની એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ જાની, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાષ, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયા હતાં.