રાજકોટ
News of Wednesday, 6th December 2017

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સોમવારે એક દિવસીય ઓશો ધ્યાન શિબિર

સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી શિબિર સંચાલન સંભાળશે : જોડાવા જાહેર આહવાન

રાજકોટ તા. ૬ : ઓશોના જન્મ દિવસ નિમિતે તા. ૧૧ ના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજની બાજુમાં, ૪- વૈદવાડી ખાતે એક દિવસીય ઓશો ધ્યાન સાધના શીબીરનું આયોજન કરાયુ છે. મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશ સ્વામી દ્વારા આયોજીત આ સમગ્ર શીબીરનું સંચાલન સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર. જે. આહ્યા) કરશે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ઓશોના હજારો ધ્યાન કેન્દ્રો અને આશ્રમો છે. એમાના થોડા ઘણા ધ્યાન કેન્દ્રોમાં નિયમિત ધ્યાન સાધના થાય છે. આવું જ એક કેન્દ્ર એટલે રાજકોટનું ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર! છેલ્લા ૩૫ વર્ષથી અહીં ધ્યાન સન્યાસ તથા ઓશો સાહિત્ય માટે ૨૪ કલાક ખુલલુ રહે છે. દરરોજ સવારે અને સાંજે ઓશો ધ્યાન કરવામાં આવે છ. દર માસે એક દિવસીય ધ્યાન શીબીર થાય છે. વર્ષમાં ત્રણથી ચાર મુખ્ય શીબીર કરવામાં આવે છે. ઉપરાંત ઓશોના વાર્ષિકોત્સવની મંગલ ઉજવી થાય છે.

તા. ૧૧ ના આયોજીત શીબીરનું સંચાલન કરનાર સ્વામી જીસ્વરૂપ સરસ્વતીએ ઓશો પાસેથી જ સન્યાસ દિક્ષા લીધેલી છે. ઓશોએ પોતે જ તેઓને શકિતપાત પણ આપેલ છે. તેમના સંચાલન તળે આયોજીત આ એક દિવસીય ધ્યાન શીબીરનો ઓશોપ્રેમીઓ અને ધર્મપ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહીતી માટે સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (મો.૯૪૨૮૨ ૦૨૨૫૫), સ્વામી સત્યપ્રકાશ (મો.૯૪૨૭૨ ૫૪૨૭૬), અશોકભાઇ રાવલ (મોરબીવાળા) (મો.૮૪૬૯૭ ૬૦૯૪૭), જયેશભાઇ કોટક (મો.૯૪૨૬૯ ૯૬૮૪૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:34 pm IST)