રાજકોટ
News of Friday, 6th November 2020

ભીડભંજન અને કૈલાશ પાર્કમાં ડામર રી-કાર્પેટ

વોર્ડ નં. ૯ માં આવેલ બોમ્બે હાઉસીંગ સોસાયટી ખાતે રૂ. ૪૧.૮૪ લાખના ખર્ચે ડામર રોડ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના હસતે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ તેમજ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં ડામર રોડ રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા, મહીલા મોરચા મંત્રી દક્ષાબેન વસાણી, જાગૃતીબેન ભાણવડીયા, વીમલ ઠોરીયા, વિજય આહીર, પુર્વ કોર્પોરેટર પ્રવીણભાઇ મારૂ, જીતુભાઇ કાટોળીયા, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, ડો.શીલુસાહેબ, દીપક પટ્ટણી, હસુભાઇ રૂધાણી, વિજય મકવાણા, પ્રતિક રાવલ, પ્રજ્ઞાબેન પીઠડીયા, બીનાબેન મિરાણી, રાજુભાઇ મિરાણી, ભાણુભા, બલવંત કટેશીયા તેમજ કૈલાશ પાર્ક અને ભીડભંજન સોસાયટીના  સ્થાનીક  ભાઇઓ તથા બહેનો બહોળી સખ્યામાં ઉપસ્થિત રહયા હમતા.

(3:03 pm IST)