રાજકોટ
News of Tuesday, 6th November 2018

કાલે શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં દિપોત્સવ

ગોંડલમાં પૂ. ગુરૂદેવ અને પૂ.ભાનુદીદીના હસ્તે પૂજા : સાંજે સોમનાથમાં મહારૂદ્ર પૂજા - સત્સંગ : રેસકોર્ષના મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ - દિવાળી પૂજન અને મહાસત્સંગ : હજારો સ્વયંસેવકો ખડેપગે રહેશે : વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે : હવનનો લાભ મેળવશે : કાલે સવારે ૧૧ના ટકોરે શ્રી શ્રી રવિશંકરજીનું આગમન : આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજયલક્ષ્મી અને રાજલક્ષ્મીનો અદ્દભુત સમન્વય સમા અષ્ટલક્ષ્મી હોમ દ્વારા ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદભાગ્ય અને શકિત એમ આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે.

રાજકોટ, તા. ૬ : રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં બે દિવસમાં ત્રણ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અષ્ટલક્ષ્મી હોમ એટલેકે નારાયણ પૂજા પહેલી વાર સૌરાષ્ટ્ર માં આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા યોજવામાં આવે છે.

આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજયલક્ષ્મી અને રાજલક્ષ્મીનો અદ્દભુત સમન્વય સમા અષ્ટલક્ષ્મી હોમ દ્વારા ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદભાગ્ય અને શકિત એમ આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે.

આ ઉત્સવ ને લઈને સૌરાષ્ટ્રમાં અત્યારે આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્ય માં દીપોત્સવનો લાભ લેવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

દિવાળીના પાવન પર્વનિમિત્ત્।ે આવતીકાલે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી નું સવારે ૧૧ કલાકે રાજકોટમાં આગમન થશે અને સાંજે શહેરના હાર્દ સમા રેસકોર્સ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નો લાભ સૌરાષ્ટ્રભર માંથી એક લાખ કરતા પણ વધારે લોકો લેશે. વધુ માં વધુ લોકો ગુરુદેવની હાજરી યોજનાર આ ઉત્સવ નો લાભ લે એવી વિનંતી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ રેસકોર્સ મેદાનમાં આ કાર્યક્રમ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આર્ટ ઓફ લીવીંગ પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિક્ષકો અને સ્વયંસેવકો રેસકોર્સ મેદાનમાં સેવા આપી રહ્યા છે. આવતી કાલે હજારો ની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે રહેશે.

દરમિયાન આજે સવારે ગોંડલ મુકામે આવેલ શ્રી ભુવનેશ્વરી મંદિરે શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેઓની સાથે પૂ.ભાનુદીદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોંડલ ભુવનેશ્વરી મંદિરના પૂ. ઘનશ્યામજી મહારાજ શ્રી દિપકભાઈ પંજાબી (રાજકોટ), શ્રી નિલેશભાઈ ચંદારાણા, સીનીયર શિક્ષક શ્રી રાજેશભાઈ ત્રિવેદી, ડો. વી. વી. દુધાત્રા, શ્રી મહેશભાઈ પૂજારી (દ્વારકા), શ્રી નરેન્દ્રભાઈ નથવાણી, શ્રી નીતિનભાઈ રામાણી (જિલ્લા ભાજપ અગ્રણી) અને શ્રી કુશલ મહેતા સહિતના ભાવિકોએ પૂજા સત્સંગનો લાભ લીધો હતો.(૩૭.૪)

યજ્ઞ - હવનમાં આહુતિ અને મંત્રોચ્ચાર સાથે શકિતથી દેવી યંત્ર બને છે : આઠ પ્રકારના વૈભવ મેળવવા અષ્ટલક્ષ્મી યજ્ઞ થાય છે

રાજકોટ : યજ્ઞનું એક આગવુ મહત્વ છે. જે આપણા ઋષિમુનિઓના સમયથી ચાલતુ આવે છે. યજ્ઞ અથવા હવનમાં આહુતિ અને મંત્રો ઉચ્ચાર સાથે શકિત પ્રગટ થાય છે અને એ શકિતથી દેવી યંત્ર બને છે. આપણા જીવનના આવતા વિઘ્નોને એ દેવી શકિત યંત્ર દૂર કરે છે.

દિવાળીના શુભ દિવસે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં જે અષ્ટલક્ષ્મી યજ્ઞ થવાનો છે. એમાં આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ચાર પ્રકારની ચૌદશ આવે છે. શિવરાત્રી પહેલાની ચૌૈદશ, ચૈત્ર મહિનાની ચૌદશ, ભાદરવી ચૌદશ અને કાળી ચૌદશ અને કહેવામાં આવે છે કે કાળી ચૌદશ એ સૌથી ભારે ચૌદશ હોય છે અને આ ચૌદશના બીજા દિવસે એટલે પૂનમના દિવસે મંત્રો ઉચ્ચાર અને હવનમાં આહુતિ આપી જે ગ્રહોની ભારે અસર હોય છે દશા પ્રમાણે એ આ યજ્ઞથી દૂર થાય છે.

(6:19 pm IST)