રાજકોટ
News of Thursday, 6th October 2022

મારામારીના બે બનાવમાં શિવમ અને લાભુબેન પર ધોકા-પાઇપના ઘા થયા

ફોનના મેસેજ મામલે દૂધ સાગર રોડ પર યુવાનને અને જુના મનદુઃખમાં ઢેબર રોડ પેટ્રોલ પંપ નજીક મહિલાને માર પડયો

રાજકોટ તા. ૬: મારામારીના બનાવમાં ચુનારાવાડ શિવાજીનગર-૨માં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં શિવમ્‌ દેવશીભાઇ  શિયાળ (ઉ.૨૨) નામના કોળી યુવાનને બપોરે દૂધ સાગર રોડ પર પ્રવિણભાઇની વાડી પાસે જમવા ગયો ત્‍યારે સંજય, તેની પત્‍નિ અને માતાએ મળી લોખંડના પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. શિવમે કહ્યું હતું કે બે મહિના પહેલા સંજય સાથે મોબાઇલ ફોનમાં મેસેજ કરવા મામલે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

બીજા બનાવમાં વિજય પ્‍લોટ-૨૫માં રહેતાં લાભુબેન શામજીભાઇ ધોલારીયા (ઉ.૫૦) નામના કોળી મહિલાને બપોરે ઢેબર રોડ ભાડલા પંપ પાસે હતાં ત્‍યારે તેના ભાઇઓ શૈલેષ, કિશન અને ભાભી શાંતીબેને જુના મનદુઃખનો ખાર રાખી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. 

(3:49 pm IST)