રાજકોટ
News of Sunday, 6th October 2019

આંબેડકરનગરમાં જૂગાર રમતાં ૪ શખ્સ ૨૨,૨૦૦ની રોકડ સાથે પકડાયા

રાજકોટઃ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર ચોકમાં રામાપીરના મંદિર પાસે ચાર શખ્સો જાહેરમાં તિનપત્તી રમતાં હોઇ માલવીયાનગર પી.આઇ. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ચંપાવત, ભાવેશભાઇ, મશરીભાઇ, કુલદીપસિંહ સહિતની ટીમે દરોડો પાડી મયુર કાંતિભાઇ પરમાર, યાસીન ઉર્ફ ટમલો સલિમભાઇ સમા, નિલેષ જબ્બરદાન કુંદડા અને વ્જિય કરસનભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૨૨,૨૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.

(10:50 am IST)