રાજકોટ
News of Sunday, 6th October 2019

'ઇવીએમ ભાંડા ફોડ પરીવર્તન યાત્રા' કાલે રાજકોટમાં

રર મીએ ભુજથી પ્રારંભ થઇ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩ જિલ્લાઓમાં ઘુમી વળેલ : કુવાડવા રોડ ખાતેથી બપોરે પ્રવેશ : શહેરભરમાં ફર્યા બાદ સાંજે મણીયાર હોલમાં સમાપન સમારોહ

તસ્વીરમાં 'અકિલા' ખાતે સમગ્ર યાત્રાની વિગતો વર્ણવતા બહુજન ક્રાંતિ મોરચાના સંયોજક મોહનભાઇ સાગઠીયા (મો.૯૯૭૯૦ ૩૫૯૨૮), એચ. ડી. પરમાર, ચેતનભાઇ બગડા, કિશનભાઇ મકવાણા, ભીમજીભાઇ સિંધવ, ભૂપતભાઇ મકવાણા, પ્રકાશભાઇ સિંધવ, હીરેનભાઇ પરમાર, રાજુભાઇ પરમાર, રમેશભાઇ દાફડા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : ઇવીએમ મશીનથી થતા મતદાનમાં ગોટાળા થતા હોય તેની વિશ્વસનીયતાને પડકારી લોકોને સાચી સમજ આપવાના હેતુથી બહુજન ક્રાંતિ મોરચાના માધ્યમથી વિવિધ સંગઠનોએ સાથે મળી યોજેલ 'ઇવીએમ ભાંડાફોડ પરીવર્તન યાત્રા' કાલે રાજકોટ આવી પહોંચશે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે વામન મેશ્રમાજીની આગેવાની હેઠળ શરૂ કરાયેલ આ પરીવર્તન યાત્રાનો ગત તા. ૨૨ મીએ ભુજ કચ્છ ખાતેથી પ્રારંભ કરાયો છે. જે સૌરાષ્ટ્ર કચ્છના ૧૩ જિલ્લાઓમાં ફરીને આવતી કાલે તા. ૬ ના રવિવારે રાજકોટમાં પહોંચી રહી છે. અહીં સમાપન થશે.

અંતિમ ચરણમાં આવી પહોંચેલ આ પરીવર્તન યાત્રા કાલે ચોટીલાથી થઇને કુવાડવારોડ પર બપોરે ૩ વાગ્યે રાજકોટમાં પ્રવેશ કરશે. બાદમાં માર્કેટીંગ યાર્ડ, પારેવડી ચોક, ચુનારા રોડ, વિજયનગર, અમુલ સર્કલ, આંબેડકરનગર થોરાળા, ખીજડાવાળા રોડ, કુબલીયાપરા, ઘાંચીવાડ, બાપુનગર ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા, નારાયણનગર ફાટક, ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ, આંબેડકરનગર, ખીડજડાવાળો રોડ, ચામુંડાનગર, શિવગંગા સોસા., લક્ષ્મી સોસા., મેઘવમાયા નગર, રાજનગર, ભીમનગર, પ્રેમ મંદિર, એમ.જી. હોસ્ટેલ, ઇન્દીરા સર્કલ, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, જામનગર રોડ, હોસ્પિટલ ચોક થઇ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે વિરામ લેશે.

અહીં કાલે રવિવારે રાત્રે ૮ થી ૧૧ સુધી સમાપન સમારોહ યોજવામાં આવ્યો છે. પરીવર્તન યાત્રા રેલીના સૌરાષ્ટ્ર કચ્છના સંયોજક નરેશભાઇ પરમાર (મો.૯૮૨૫૩ ૧૫૩૮૭) ની અધ્યક્ષતામાં યોજાનાર આ સમારોહના ઉદ્દઘાટક તરીકે ઓબીસી સમિતના પ્રવકતા કનુભાઇ સોરઠીયા, મુખ્ય અતિથિ તરીકે કીશાન મજદુર લોકપક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા, અતિથિ વિશેષ તરીકે જામનગરના ધારાશાસ્ત્રી ગૌતમભાઇ ગોહીલ ઉપસ્થિત રહેશે.

ઉપરાંત હીરજી સીજુ, રામ ભગવાન કરમટા, રીયાઝભાઇ નાગોરી, ઉર્મિલાબેન રાઠોડ, ધરમશીભાઇ ધાપા, હિતેશભાઇ ધાપા, વાસુબેન ભીલ, કિશોરભાઇ રાઠોડ, મનિષભાઇ સાગઠીયા, ડો. ધર્મેશ ગોહેલ, સમ્રાટ બૌધ્ધ, ધીરૂભાઇ ખિટોલીયા, કે. બી. બાબરીયા, જે. વી. મકવાણા, નરેન્દ્રભાઇ અધારા, ઉત્તમભાઇ રાઠોડ, મુકેશભાઇ રાજપરા, ડી. ડી. સોલંકી વગેરે ઉપસ્થિત રહેશે.

(1:05 pm IST)