રાજકોટ
News of Sunday, 6th October 2019

રાજબેંકના સત્યપ્રકાશ ખોખરાને શ્રેષ્ઠ સીઇઓ એવોર્ડઃ સહકારી ક્ષેત્રે અનોખી સિધ્ધી

સતત બીજા વર્ષે બેસ્ટ પરફોર્મિંગ કો-ઓપરેટીવ બેંક એવોર્ડ ગોવામાં એનાયત

રાજકોટઃ  તા.૫, ઉત્ત્।મ ક્ષણની રાહ ન જુઓ, જે ક્ષણ આવે તેને જ ઉત્ત્।મ બનાવી નાખો. આવી શ્રેષ્ઠ વિચારધારા ધરાવતાં ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ (રાજ બેન્ક)ના સત્યપ્રકાશ ખોખરાને ફરી એક વખત શ્રેષ્ઠ સીઈઓના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા એક સમારંભમાં બેન્કીંગ અને ફાયનાન્સના સમાચારો સાથે સંકળાયેલા મેગેઝીન બેન્કીગ ફન્ટીયર દ્વારા  આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

 મુંબઈ સ્થિત બેન્કીગ અને ફાયનાન્સના સમાચારો સાથે સંકળાયેલ અગ્રગણ્ય મેગેઝીન બેન્કીગ ફરનૂટીયર દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી તમામ કક્ષાની સહકારી બેન્કોને વિવિધ પેરામીટરોને આધારે યોગ્યતાપાત્ર સહકારી બેન્કોને દર વર્ષે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કામગીરી મેગેઝીનના ગ્રુપ એડિટર મનોજ અગ્રવાલ, બાબુ નાયર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. સતત ૧૩મા વર્ષે પણ બેન્કીગ ફ્રન્ટીયર દ્વારા ગોવાની હોટેલ હોલી-ડે ઈનમાં એવોર્ડ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં દેશભરની નાની, મધ્યમ અને મોટી સહકારી બેન્કોમાંથી અંદાજે ૪૦૦ જેટલા સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. ખાસ કરીને ગોવાના સહકાર મંત્રી ઉપરાંત કણાર્ટકના એચ.કે.પાટીલ અને નાફકબના ચેરમેન જયોતિન્દ્ર મહેતા  તેમજ રાજબેન્કના ડિરેકટર જગદીશભાઈ કોટડીયા, નીલેષ ધ્રુવ અને નિમિત કામદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફ્રન્ટીયર ઈન કો-ઓપરેટીવ બેન્કીગ એવોર્ડ-૨ ૦૧૯માં બેન્કીગ ફ્રન્ટીયર દ્વારા જુદા જુદા વિભાગોના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલી જયુરી ક્રમિટીકે જેમાં ૧૦ નિષ્ણાત સભ્યોની બનેલી જયુરી કમિટીએ જુદી જુદી વિવિધ કક્ષાઓ માટે નક્કી કરેલા એવોર્ડના નોમીનેશન ફોર્મની ચકાસણી કરી હતી. આ પૈકીની એક કેટેગરી એવી લીડરશીપ કેટેગરીમાં બેસ્ટ સીઈઓ માટેની મોટી સહકારી બેન્કોની કક્ષામાં રાજબેન્ક દ્વારા બેન્કના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાના નામનું નોમીનેશન બેન્ક દ્વારા જરૂરી તમામ વિગતો આધાર-પૂરાવા સાથે નિયત સમયમર્યાદામાં મોકલવામાં આવેલ.

ફ્રન્ટીયર ઈન કો-ઓપરેટીવ બેન્કીગ એવોર્ડ (એફસીબીએ)-૨૦૧૯માં રાજ બેન્કના સીઈઓ સત્યપ્રકાશ બાબુલાલ ખોખરાને સમગ્ર દેશની રૂ.૧૫૦ ૦ કરોડથી વધારે ડિપોઝીટ ધરાવતી મોટી શહેરી સહકારી બેન્કોની કક્ષામાં લીડરશીપ એવોર્ડ માટેની એક કક્ષા પેકીની બેસ્ટ સીઈઓની કક્ષામાં તેમનું નામ વિજેતા તરીકે જયુરી કમિટી દ્વારા જાહેર કરી ગોવા ખાતે બેન્કીગ ફ્રન્ટીયર દ્વારા ગોવા રાજયના સહકાર મંત્રીના હસ્તે બેસ્ટ સીઈઓનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

 બેન્કના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ ડીપ્લોમા ઈન બેન્કીગની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત બી.કોમ.ની પરીક્ષામાં સમગ્ર યુનિવસિર્ટીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. એમ.કોમ. તેમજ સી.એ.ઈન્ટર પ્રથમ ગ્રુપ પાસ કરી બેન્ક સાથે તા.૧-૩-૧૯૯૯થી જોડાયેલા છે. તેમની ૧૫ માસની કામગીરીને ધ્યાને લઈ તા.૧-૬-૨૦૦૦થી તેમને બેન્કમાં જીએમ અને સીઈઓ તરીકેની પોસ્ટ આપવામાં આવી હતી. 'સત્યમેવ જયતે'ના સિદ્ઘાંતને વરેલા સત્યપ્રકાશ ખોખરાએ તેમની ૧૯ વર્ષની રાજબેન્કના સીઈઓ તરીકેની કારકીદિર દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા, ઈમાનદારી, વફાદારી, સમજદારી, જવાબદારી, હિંમત ભરેલા નિર્ણયો અને કશુંક નવું આપવાની વિચારસરણી અને સોને સાથે રાખી ટીમ વર્કથી કાર્ય પૂર્ણ કરાવવાની તેમની આવડતને લીધે બેન્કનો તમામ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થયો છે જે રાજ બેન્કના ૩૯મા વાર્ષિક અહેવાલમાં કે જેમા ૧૧૬ પેઈઝ દ્વારા તમામ હકીકતો બેન્ક દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અહેવાલ બેન્કની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સત્યપ્રકાશ બાબુલાલ ખોખરાએ ડિપ્લોમા ઈન બેન્કીગમાં ગોલ્ડ મેડલ, બી.કોમ.માં ગોલ્ડ મેડલ, એમ.કોમ. અને સી.એ.ઈન્ટર પાર્ટ-૧., બેન્કમાં પ્રોફિટ પ્લાનિંગ પતિ નિબંધમાં પ્રથમ ક્રમાંક, બેસ્ટ મર્જર એવોર્ડ, બેસ્ટ યુથ સીઈઓનો એવોર્ડ, બેસ્ટ ઓપરેશનલ એફીશ્યન્સી એવોર્ડ, બેસ્ટ એનપીએ મેનેજમેન્ટ એવોર્ડ, બેસ્ટ સીઈઓ એવોર્ડ, બેસ્ટ પરફોર્મીગ કો- ઓપરેટીવ બેન્ક એવોર્ડ-૨૦૧૭, બેસ્ટ પરફોર્મીગ કો-ઓપરેટીવ બેન્ક એવોર્ડ-૨૦૧૮ અને બેસ્ટ કો-ઓપરેટીવ અને બેસ્ટ પ્રોગ્રેસીવ કો-ઓપરેટીવ બેન્ક એવોર્ડ હાસલ કરેલો છે.

   ટીમ રાજ બેન્ક દ્વારા છેલ્લા ૧૯ વર્ષમાં રૂ.પ૩પ કરોડનો નફો કર્યો છે તો ૧૨૨ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. ડિપોઝીટમાં રૂ.૨૧૦ ૦ કરોડ અને ધિરાણમાં રૂ.૧૩૦૦ કરોડનો વધારો કરાયો છે તેમજ રૂ.૧૪૩ કરોડનો ઈન્કમટેકસ પણ ચૂકવ્યો છે. રાજ બેન્ક દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં પાચ માંદી સહકારી બેન્કો તેમજ એક નાણાકીય રીતે સધ્ધર બેન્કના મર્જર થકી રૂ. ૩૩ કરોડની નુકસાની સહન કર્યા બાદ આ મર્જ થયેલી બેન્કોમાંથી રૂ.૬૩ કરોડ જેટલો નફો કરી અને બેન્કની ૧૩ શાખાઓમાં વધારો કરી ૯૩ કર્મચારીઓની નોકરીને તેમજ ૮૮૬૫૦ ડિપોઝીટરની ડિપોઝીટને પણ સલામત કરવામાં આવી છે. હાલ રાજ બેન્કનો કુલ બિઝનેસ રૂ.૩૭૦૦ કરોડ કરતા વધુ છે.

રાજ બેન્કના સીઈઓ સત્યપ્રકાશ બાબુલાલ ખોખરાના જણાવ્યા મુજબ જયાં સંઘર્ષ નથી ત્યાં પ્રગતિ થતી નથી. આ કથનને ટીમ રાજ બેન્કે પણ ખૂબ જ હકારાત્મક રીતે લઈ અને છેલ્લા ૭૮ માસમાં સતત સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવેલ છે અને રૂ.૩૭૪ કરોડ જેટલો ઈન્કમટેકસ અને જોગવાઈઓ પહેલાનો નફો હાંસલ કર્યો છે. તેમના અનુસાર કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી એટલું જ નહી સફળતા મેળવવા ૧૦૦ ટકા પ્રયાસો કરવા પડે પરંતુ આ સફળતા ટકાવી રાખવા માટે ૧૫ ૦ ટકા પ્રયાસો કરવા પડે છે.

રાજ બેન્કની આવી સુંદર સફળતા અને અવિરત પ્રગતિનો સંપૂર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ, ફાઉન્ડર ચેરમેન રમણીકભાઈ ધામી, ફાઉન્ડર વાઈસ ચેરમેન રમણીકભાઈ સેજપાલ, ફાઉન્ડર ડાયરેકટરો મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફળદુ, ગોવિંદભાઈ ખુંટ, કિરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાભર, રસિકભાઈ દવે, પ્રવિણભાઈ દવે, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ભાણજીભાઈ પટેલ, ભૂતપૂર્વ ડાયરેકટર શીરીષભાઈ ધ્રુવ, ધીરૂભાઈ ધાબલીયા, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈ ડેડાણીયા, વલ્લભદાસ હિરાણી, અરૂણાબા ચુડાસમા, દિવાળીબેન ઘરસંડીયા, લીલાબેન ધામી, કમલનયન સોજીત્રા, બકુલભાઈ ઝાલાવડિયા, બીપીનભાઈ શાહ, ખોડલમા ટ્રષ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ (ભૂતપૂર્વ વાઈસ ચેરમેન-રાજ બેન્ક) તેમજ બેન્કના ભૂતપૂર્વ ચેરમેન મધુસુદનભાઈ દોંગા, ભૂતપૂર્વ વાઈસ ચેરમેન જગજીવન સખીયા, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટરો, ભૂતપૂર્વ સ્ટાફ મેમ્બર્સ, પ્રવર્તમાન ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રવર્તબાન બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ ડિરકટર્સોના સતત માર્ગદર્શન તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશનલ મેનેજમેન્ટ તથા રાજ બેન્કના કર્મચારી પરિવારની ટીમ વર્કના ફાળે જાય છે તેવું રાજ બેન્કના જીએમ તેમજ સીઈઓ સત્યપ્રકાશ ખોખરા (મો.૯૮૨૫૦ ૭૪૫૦૩) એ જણાવ્યું હતું.

રાજ બેન્કને છેલ્લા ૧૯ વર્ષમાં ૧૯ એવોર્ડ :  ૨૦૧૩માં બેસ્ટ યુથ સીઈઓ, ૨૦૧૫ના વર્ષમાં બેસ્ટ સીઈઓ અને ૨૦૧૬ના વર્ષમાં બેસ્ટ ચેરમેનના એવોર્ડનો પણ સમાવેશ 

 અત્યાર સુધીમાં રાજ બેન્કને મળેલા કુલ ૧.૯ એવોર્ડ અને બેસ્ટ સીઈઓ માટેનો એફસીબીએ-૨ ૦૧૯ કે જે બેન્ક માટે આ ૨૦મો એવોર્ડ છે. આ તમામ એવોર્ડ માટેના અધિકારી ત્રણ લાખ કરતાં વધુ ડિપોઝીટરો+૮૦ હજાર જેટલા સભાસદો  + ૭ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોનો બેન્ક પરત્વેનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડિરકટર્સની બેન્ક તેમજ સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સામાજિક ઉત્ત્।રદાયિત્વની ભાવના અને સાથોસાથ મારા ૨૬૫ નિષ્ઠાવાન કર્મચારીઓની કર્તવ્ય નિષ્ઠાને આભારી હોવાનું બેન્કના સીઈઓ સત્યપ્રકાશ ખોખરાએ જણાવ્યું હતું.

(11:49 am IST)