રાજકોટ
News of Friday, 6th September 2019

પ્રવિણકાકાની જન્મતિથીએ મહારકત્તદાન કેમ્પ

વી.વી.પી. કોલેજના સ્થાપક પ્રમુખ સ્વ. પ્રવીણકાકા મણીયાર જન્મતિથી નિમીતે રકતદાન કેમ્પ, વૃદ્ધાશ્રમમાં ભોજન, પાંજરાપોળમાં દાન, પક્ષીઓને ચણ, આપી વી.વી.પી. પરિવારથી ભાવવંદના તેમજ શિક્ષક દિન નિમીતે રકતદાન કેમ્પનું આયોજન વી.વી.પી. ઇજનેરી કોલેજ, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજ તેમજ વી.વી.પી.ના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં ડો. ગોૈરીબહેન ધ્રુવ, ડીન પીડીયુ મેડીકલ કોલેજ, ડો. મધુલીકાબહેન મીસ્ત્રી એનએમઓ પ્રમુખ રાજકોટ સંસ્થાના પ્રિન્સિપાલશ્રી ડો. જયેશભાઇ દેશકર, ઇન્દુભાઇ પારેઅ સ્કુલ ઓફ આર્ટીટેકચરના પ્રિન્સિપાલશ્રી દેવાંગભાઇ પારેખ ઉપસ્થિત રહયા હતા.

મહારકતદાન કેમ્પમાં કુલ ૧૩૬ બોટલમાં ૪૦૮૦૦ સી.સી. દાન દ્વારા મળેલુ રકત રાજકોટની સરકારી હોસ્પીટલ (સિવીલ)માં સરકારશ્રીની સહાયથી નિશુલ્ક રકત જરૂરીયાતમંદોને આપતી બ્લડ બેંક તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેંકમાં વી.વી.પી. ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મેમ્બરો વગેરેએ રકતદાન કરી એક આદર્શ ઉત્પન્ન કરેલ છે.

(3:53 pm IST)