રાજકોટ
News of Friday, 6th September 2019

મેનેજમેન્ટ એસો. દ્વારા વાર્તાલાય

રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બિયોન્ડ મોટિવેશન ઉપરનો હિતેશભાઇ પરમારનો વાર્તાલાય યોજાયો હતો. જેમાં તેમણે કોને ટ્રેનર કહેવાય અને કોને ફેસીલીટેટર કહેવાય તેનો ભેદ જણાવ્યો હતો. ઇન્ટરર્નલ પ્રોબ્લેમ અને એકસ્ટર્નલ પ્રોબ્લેમ વિશે માહિતી આપેલી. એનાલીસીસ અને રેટીંગ કેમ કરવુ તેની છણાવટ કર્યા બાદ સાયકોલોજીકલ જરૂરીયાત સેફટી જરૂરીયાત, સામાજીક બિલોન્ગીંગ, અએફટીમ, સેલ્ફ એકચ્યુલાઇઝેશન ઉપર વિગતવાર માહિતી આપેલી. કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ચેતનભાઇ કોઠારી, પ્રમુખ પરાગભાઇ જોબન પુત્રા, વાઇસ પ્રેસીડેન્ટ જવેનભાઇ તથા કલ્પિતભાઇ સંઘવી, સંસ્થાના સેક્રેટરી પરેશભાઇ ગોસાઇ, પાસ્ટ ચેરમેન દિપકભાઇ સચદે, કાઉન્સીલ મેમ્બર રિપલભાઇ પટેલ, સુશીલ નાયડુ, જયત જમુઆર, દિનકર દેસાઇ, જતિન કટારીયા, નિલેશ સચદેવ રામ બચ્છા, ધરતી રાઠોડ તથા બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અંતમાં આભાર વિધિ સંસ્થાના કાઉન્સિલ મેમ્બર ધરતીબેન રાઠોડે કરી તેમ અશ્વિન ચોટિલયા (મો.૭૭૭૮૮ ૬૮૭૮૮)ની યાદીમાં જણાવાયુ છે.

(3:25 pm IST)