રાજકોટ
News of Friday, 6th September 2019

શિવશકિત પાર્કના બિપીનભાઇ રાજવીરનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૬: કોઠારીયા સોલવન્ટ પાસે શિવશકિત પાર્ક-૧માં રહેતાં બિપીનભાઇ રસિકભાઇ રાજવીર (લોહાણા) (ઉ.૪૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના જી.એન. ઝાલાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેમતભાઇ તળાવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ભારતનગરમાં કરિયાણાની દૂકાન ચલાવતાં હતાં. તેઓ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સ્વજનોએ કહ્યું હતું.

બીનાબેન પારેખનું પણ બેભાન હાલતમાં મોત

સંત કબીર રોડ સદ્દગુરૂ કોમ્પલેક્ષ પાસે મેહુલનગર-૫માં રહેતાં બીનાબેન અંબાલાલ પારેખ (ઉ.૫૨) (સોની) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અંતિમશ્વાસ લેતાં પરિવારમાં શોક છવાયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:01 pm IST)