રાજકોટ
News of Friday, 6th September 2019

રાજકોટમાં ગઈકાલે દિવસભર વરસાદી માહોલ વચ્‍ચે દોઢથી બે ઈંચ

રાજકોટ : શહેરમાં ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો. બપોર બાદ પણ એકધારા હળવાથી ભારે ઝાપટાઓ ચાલુ હતા. રાત્રીના ૧૦ સુધી વરસાદી દોર જોવા મળ્‍યો હતો. માર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા હતા. રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલરૂમમાં સેન્‍ટ્રલ ઝોન ૩૮ મી.મી. મોસમનો કુલ ૧૨૧૬ મી.મી., વેસ્‍ટ ઝોન ૪૫ મી.મી. મોસમનો કુલ ૧૨૭૧ મી.મી., ઈસ્‍ટ ઝોનમાં ૩૯ મી.મી. મોસમનો કુલ ૧૦૨૨ મી.મી. નોંધાયેલ. જયારે હવામાન ખાતામાં ૬૬ મી.મી. વરસાદ નોંધાયેલ હતો

(11:42 am IST)