રાજકોટ
News of Saturday, 6th August 2022

કોડીનાર પંથકના ચકચારી બળાત્કારના કેસમાં અશ્વિન ગોસાઇની સ્પે.પી.પી. તરીકે નિમણુંક

રાજકોટ, તા.૬: કોડીનાર તાલુકાના ખુબ જ ચકચારી કેસ બળાત્કાર તથા ખુનના કેસમા ગુજરાત સરકાર દ્વારા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અશ્વીન ગોસાઇની નિમણુક કરેલ હોય તેથી એડવોકેટ તથા રાજકીય આગેવાનો તથા જ્ઞાતી અગ્રણીઓએ ખુબ શુભેચ્છા પાઠવેલ છે.

એડવોકેટ અશ્વીન ગોસાઇ રાજકોટમા પાંચ વર્ષ સરકારી વકીલ તરીકે તેમજ ગોંડલમા ૨ વર્ષ અને જેતપુર સરકારી વકિલ તથા ગર્વમેન્ટ પ્લીડર તરીકે ફરજ બજાવેલ છે તેમજ અમરેલી અને મોરબીમાં ખુન કેસમા સ્પે.પી.પી. તરીકે ફરજ બજાવેલ છે.

જંત્રાખડી ગામના ઉપરોકત કેસમા રાજયના કેબીનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી સાહેબ તથા ગૃહ મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સતત ધ્યાન રાખી રહેલ છે અને આરોપીને સખ્તમા સખ્ત સજા થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે જેમા સોમનાથ જિલ્લાના કલેકટર સાહેબ તથા એસ.પી. પણ આ કેસમા સતત ધ્યાન રાખી રહેલ છે.

આ કેસમાં અશ્વિન ગોસાઇની નિમણુક થતા રાજય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ તથા લાખાભાઇ સાગઠીયા તથા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી તેમજ ભાજપ અગ્રણી ગૌતમભાઇ ગોસ્વામી તેમજ ગુજરાત લીગલ સેલના સહ સંયોજક અનીલભાઇ દેસાઇ, રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, સંદયભાઇ વ્યાસ તેમજ સંજયભાઇ ગૌસ્વામી, પ્રફુલભાઇ ગોસ્વામી તથા સમગ્ર જ્ઞાતી આગેવાનો તેમજ એડવોકેટ પીયુષભાઇ શાહ તથા લલીતસિંહ શાહી, તુષાર બસલાણી, અશ્વીન મહાલીયા, નરેન્દ્રસિંહ, ચિત્રાંક એસ.વ્યાસ, નીતેષભાઇ કથીરીયા, નીવીદભાઇ પારેખ, હર્ષીલ શાહ, કશ્યપભાઇ ઠાકર, રવીભાઇ મુલીયા, નેહાબેન વ્યાસ, બીનાબેન પટેલ, ભાવિનભાઇ રૃધાણી, રાજુભાઇ ગોસ્વામી, ઉર્વીશાબેન યાદવ, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, જીતેન્દ્રગીરી કે.ગોસાઇ વિગેરેએ શુભેચ્છા પાઠવેલ અને આરોપીને સખ્તમા સખ્ત સજા થાય તે માટે પ્રાર્થના કરેલ છે.(

(4:40 pm IST)