રાજકોટ
News of Friday, 6th August 2021

રામમંદિર ભૂમિપૂજનને એક વર્ષ થતા રામનામ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી વકીલોએ ઉજવણી કરી

રાજકોટ, તા. ૬ :. મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં દરેક સમાજના પૂજનિય અને વંદનિય એવા મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ભૂમિપૂજનને એક વર્ષ પૂર્ણ થતા રાજકોટના વકિલો સર્વશ્રી એલ.જે. રાઠોડ, જે.એલ. ટાંક, દિપકભાઈ પરમાર, મુકેશભાઈ પંડયા, ધીમંતભાઈ જોષી, અશ્વિનભાઈ ભટ્ટ, દીલીપભાઈ ગાંગાણી, જગદીશભાઈ ભટ્ટ, કીરીટસિંહ જાડેજા, પ્રવિણભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજા, અમિતભાઈ ભગત, ચંદ્રસિંહ પરમાર, એન.ડી. જેઠવા, રેખાબેન તુવાર, ભાવેશ પટેલ, દિપેશ પાટડિયા, હસમુખ ડાભી, નંદકિશોર પાનોલા, વી.બી. જોષી, હસમુખભાઈ સોલંકી, હસમુખભાઈ ડાભી, કમલસિંહ જારોલી, કૈલાશ સાવંત, અશોક ત્રાંબડિયા, હિતેષભાઈ જોષી, જગદીશ નારીગ્રા, ભરતભાઈ પરમાર વિગેરે વકીલોએ મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના દર્શન કરી ફુલોનો પડો પૂજન કરી હનુમાન ચાલિસાના પાઠ બોલી ભૂમિ પૂજનની વરસીની ઉજવણી કરેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૫-૮-૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમા લાગુ પડતા ભારતીય બંધારણના આર્ટિકલ-૩૭૦મા અને આર્ટિકલ ૩૫-એ માં રહેલ પ્રબંધોથી જમ્મુ અને કમિશ્નર રાજ્યના સ્પેશ્યલ સ્ટેટસમાં સુધારો કરી જમ્મુ અને કાશ્મિરના તમામ નાગરિકોને સમગ્ર ભારતમાં તમામ અધિકારો અને તમામ સુવિધાઓમાં સહભાગીદાર બનાવવાના ઐતિહાસિક નિર્ણય બાદ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈની ખંડપીઠે આપેલ ચુકાદાના આધારે અયોધ્યામાં નવનિર્માણ નિજ મંદિરમાં વહેલી તકે ભગવાન શ્રી રામ બિરાજમાન થાય તે માટે પ્રાર્થના કરી ટોકિયો ઓલમ્પિકમાં ભારત દેશના ખેલાડીઓ મીરાબાઈ ચાનુએ વેઈટ લિફિટંગમાં સિલ્વર, પી.વી. સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ લવલિનાએ બોકિસંગમાં બ્રોન્ઝ, પુરૂષોની હોકીની ટીમે ૪૧ વર્ષ બાદ બ્રોન્ઝ તથા રેસલર રવિ દહિયાએ સિલ્વર વિગેરે ખેલાડીઓએ ભારત વતી વિવિધ મેડલો જીતતા હર્ષની લાગણી અનુભવી તમામ મેડલ જીતનાર ખેલાડીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાએ પાઠવેલ હતી. આ તકે સર્વ અજય પીપળીયા, રાજેશ ચાવડા, કિશન વાલ્વા, મહેન્દ્ર શાહ, ભરતભાઈ પરમાર વિગેરેએ ઉપરોકત વકીલો સાથે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના દર્શન કરી ભગવાન વહેલી તકે નવનિયુકત નિજ મંદિરમાં બિરાજમાન થાય તે માટે પ્રાર્થના કરી ભગવાન શ્રી રામનુ પુષ્પો વડે પૂજન કરી તેમની વર્ષોની પ્રતિક્ષા, ધિરજ, સોહાર્દ, મર્યાદાને આદરણીય સ્વભાવ સામે તેમને પડેલ કષ્ટ બદલ ખેદ વ્યકત કરી હનુમાન ચાલિસાના પાઠ કરેલ હતા. હનુમાન ચાલિસાનું પઠન જગદીશભાઈ ભટ્ટ તથા અશ્વિનભાઈ ભટ્ટે તેમના સુમધુર કંઠો વડે કરેલ હતુ અને અન્ય વકીલોએ સુર પુરાવેલ હતો અને સર્વ વકીલોએ અઠવાડિયામાં બે વખત શ્રી રામના નામ સાથે હનુમાન ચાલિસાના પાઠ થાય વાતાવરણ ધાર્મિક, ભાઈચારા, સદાચાર અને સદભાવનાવાળુ કાયમ બની રહે તે માટે પ્રાર્થના કરી લાગણી વ્યકત કરેલ હતી.

આ તકે રાજકોટ ભાજપા લીગલ સેલના નવનિયુકત કન્વીર સી.એચ. પટેલ તથા અગ્રણી હિતેષભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી અને અંશ ભારદ્વાજ તથા નિતેષ કથીરિયાએ ટેલિફોનિક શુભકામનાઓ આપી આભાર વ્યકત કરેલ હતો અને દિલીપ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, બકુલ રાજાણીએ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડતા ભારતીય બંધારણના આર્ટિકલ-૩૭૦માં અને આર્ટિકલ-૩૫-એ માં રહેલ પ્રબંધોથી જમ્મુ અને કમિશ્નર રાજ્યના સ્પેશ્યલ સ્ટેટસમાં સુધારાના બે વર્ષ પૂર્ણ થયેલ હોય ત્યાર બાદ રામ મંદિરના ઐતિહાસિક ચુકાદાને આધારે સર્વ પક્ષકારોને ન્યાય મળે અને કોમી એકતા જળવાઈ રહે તે પ્રકારે રામ મંદિર અને બાબરી મસ્જિદના થઈ રહેલ નિર્માણને આવકારેલ અને દર વર્ષે ૫મી ઓગષ્ટની ઐતિહાસિક અને એકતા દિવસ તરીકે ઉજવણી કરવી જોઈએ તેમ જણાવેલ છે.

સર્વ વકિલોએ કોર્ટના પગદંડી માટેના વધુ દરવાજા ખોલવાના નિર્ણયને વકિલો અને પક્ષકારોના હિતનો જણાવી પડતી હાલાકી તથા મુશ્કેલીઓ નિવારવા બદલ ડિસ્ટ્રિકટ જજ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ હતી અને સૌને ઉપપ્રમુખ મેહુલભાઇ મહેતા અને જયેશ બોઘરા, સેક્રેટરી દિલીપભાઇ જોષી, અજય પિપળિયા, જોઇન્ટ સેક્રેટરી જતીનભાઇ ઠક્કર, નયન વ્યાસ, ખજાનચી વી.ડી. રાઠોડ, નયનભાઇ વ્યાસ, અશ્વિન મહાલિયા, લાઇબ્રેરી સેક્રેટરી નિવિદભાઇ પારેખ અને નિરવભાઇ પંડ્યા તેમજ કારોબારી સભ્યો વિરેન રાણીંગા, મહેન્દ્ર શાહ, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, નૃપેન ભાવસાર, રાજેશ ચાવડા, સોહિન મોર, આનંદ રાધનપુરા, કિશન વાલ્વા, જીજ્ઞેશ સભાડ, જીતેન્દ્ર કે. ગોસાઇ, જીતેન્દ્રસિંહ પરમાર, શૈલેષ સુચક, ઇસ્માઇલ પરાસરાએ આભાર વ્યકત કરેલ છે. 

(3:17 pm IST)