સૂટા દ્વારા સિન્ડિકેટ સભ્ય પ્રો.કલાધર આર્યનું સન્માન
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના પ્રમુખ અને સૌ. યુનિવર્સિટી કેમ્પસના અધ્યાપકોના પ્રશ્નો બાબતે હર હમેશાં સતર્ક રહેતા પ્રો. કલાધર આર્ય તાજેતરમાં એકેડેમિક કાઉન્સિલ દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે બિનહરીફે ચૂંટાયા છે. પ્રો. કલાધર આર્યની સિન્ડિકેટ સભ્ય તરીકેની વરણીથી સૌ. યુનિવર્સિટી કેમ્પસના તમામ અધ્યાપકો તેમજ યુ.જી.સી. એચ.આર.ડી.સી.ના ડાયરેકટર તરીકે દેશની કોલેજો અન યુનિવર્સિટી અધ્યાપક વર્ગમાં આનંદની લાગણી છે. સુટાના સભ્યો દ્વારા પ્રો. આર્યનું અદકેરૃં સન્માન કરવામાં આવ્યું. પ્રા. કલાધર આર્યનું સન્માન કરતા ડો. જયદીપસિંહ ડોડીયા, ડો. ધીરેન પંડયા, પ્રો. યોગેશ જોગસણ, ડો. અશ્વિન સોલંકી, ડો. એચ.ડી. જોશી, ડો. ડી.આર. દોશી, ડો. ડી.જે. રામાણી, ડો. એચ. એમ. ચાવડા, ડો. રેખાબા જાડેજા સહિતના પ્રોફેસરો નજરે પડે છે.