રાજકોટ
News of Thursday, 6th August 2020

૪૦ બેડની ઓરેંજ કોવીડ હોસ્પીટલનો પ્રારંભ

શહેરની જાણીતી ઓલ્મપસ હોસ્પીટલ દ્વારા : નામાંકીત તબીબોની સેવા : ૧૧ બેડ આઇસીયુ-સેમી સ્પેશ્યલ-સ્પેશ્યલ રૂમની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ, તા., ૬: કોરોનાના વધતા જતા કેસ સામે સમાજ લડી રહયો છે વધતા જતા દર્દીઓને મેડીકલ સારવાર આપવા માટે સરકાર અને હોસ્પીટલો કાર્યરત છે. ઘણી સ્પેશ્યલ કોવીડ હોસ્પીટલની સ્થાપના ગણત્રીના દિવસોમાં જ કરવામાં આવી છે. આવી જ એક તદન નવી અને અત્યાધુનિક હોસ્પીટલ ઓરેંજ કોવીડ હોસ્પીટલ તા.૬ આજથી કાર્યરત થયેલ છે. ૪૦ બેડની આ હોસ્પીટલ તદન નવા અને ફાઇવ સ્ટાર બિલ્ડીંગમાં શરૂ થઇ છે. અત્યાધુનિક ૧૧ બેડનું આઇસીયુ , સેમી સ્પેશ્યલ અને સ્પેશ્યલ રૂમની સગવડ આપવામાં આવી રહી છે.

આઇસીયુમાં જી.ઇ (અમેરીકાના વેન્ટીલેટર્સ), નીયોજ કોહડેનના (જાપાન)ના મોનીટર્સ અને ફીસેનીયસ (જર્મની) સીરીઝ પમ્પસ અને ડાયેલીસીસ મશીન ઉપલબ્ધ છે.

બધા રૂમ એસી, એટેચ બાથરૂમ અને ર૪ કલાક ગરમ પાણીની સગવડતા સાથે છે. દરેક બેડ પર સેન્ટ્રલ ઓકસીજન સપ્લાયની વ્યવસ્થા છે.

જુની ગેસફોર્ડ સીનેમાની સામે સેલ પેટ્રોલ પંપની બાજુમાં માલવીયા ચોક ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં સીસીટીવી અને ફાયર સેફટીનાં સાધનો વસાવેલ છે. હોસ્પીટલની અંદર ઇકો-કાર્ડીયોગ્રાફી રેડીયોલોજી, પેથોલોજી અને ફાર્મસીની સગવડ છે. ર૪*૭ કાર્ડીયાક એમ્બ્યુલન્સની પણ સગવડ છે.

જુની ગેસફોર્ડ સીનેમાની સામે સેલ પેટ્રોલ પંપની બાજુમાં માલવીયા ચોક ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલનું સંચાલન શહેરની ખ્યાતનામ ઓલ્મપસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. ઓરેન્જ હોસ્પિટલમાં ડો. અર્ચિત રાઠોડ, ડો. જયંત મહેતા (જીનેસીસ હોસ્પિટલ) ડો. મુકેશ રંગાણી (રંગાણી હોસ્પિટલ), ડો. જીજ્ઞેશ સહિતના સેવા આપશે.

ઓરેંજ હોસ્પીટલમાં એલોપેથી ઉપરાંત ઔષધીઓથી પણ દર્દીઓની રોગ પ્રતિકારક શકિત વધારવા માટે સારવાર આપવામાં આવશે. આવી અત્યાધુનિક અને વેલપ્લાન્ટ કોવીડ હોસ્પીટલ ચાલુ થવાથી કોરોનાના દર્દીઓને ઘણી રાહત થશે.હોસ્પીટલના સારવારનો ખર્ચ સરકારે કરેલા દર પ્રમાણે જ લેવામાં આવશે.

(4:27 pm IST)