રાજકોટ
News of Thursday, 6th August 2020

રોગપ્રતિકાર શકિત વધારી દયે તેવો આયુર્વેદીક આઈસ્ક્રીમઃ આશુતોષ કોઠી આઈસ્ક્રીમનું નજરાણું

કોઠી આઈસ્ક્રીમમાં કોઈપણ પ્રકારના પાવડર કે એસન્સ વગર ૫૦થી વધુ ફલેવર્સ :હળદર, સૂંઠ, તજ, જાયફળ, એલચી, જેઠીમધ, તુલસી, પીપળીમૂળ, ફૂદીનો કેસર સહિતની વસ્તુઓનો ઉપયોગઃ જયંતિભાઈ પટેલ

રાજકોટ,તા.૫: દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દિધો છે. લોકો આ ભયંકર રોગચાળાથી બચવા માટે પોતાની રોગપ્રતિકારત્મક શકિત કેમ વધારવી તે માટે આયુર્વેદના ઘણા બધા પ્રયાસો કરતાં જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેરમાં એક જૂનુ અને જાણીતુ નામ એટલે ''આશુતોષ કોઠી આઈસ્ક્રીમ'' કે જે હંમેશા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અવનવી ઘણી બધી વેરાયટીઓ આજે નવ વર્ષથી લોકોને પીરશે છે.

શહેરના એરપોર્ટ રોડ ઉપર રેસકોર્ષ પાર્ક બિલ્ડીંગ નં.૭, શોપ નં.૧૦-૧૧ રેલ્વે ક્રોંસીગની બાજુમાં આવેલ આશુતોષ કોઠી આઈસ્ક્રીમના સંચાલક શ્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું હતુ કે અત્યારની આ મહામારીમાં તેમણે રોગપ્રતિકારક ઈમ્યુનિટી વધારતો આયુર્વેદિક આઈસ્ક્રીમ પણ બનાવ્યો છે. જે તેઓએ ગાય આધારીત ખેતીની વસ્તુઓ વાપરવાનો વધારો આગ્રહ રાખ્યો છે. જેમ કે હળદર, સૂંઠ, તજ, જાયફળ, એલચી, જેઠીમધ તુલસી, પીપળીમૂળ, ફુદીનો, કેશર, કાળામરી, સફેદમરી, આદુ, ખજૂર, મધ, કાજુ આવી સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ બનાવેલ આઈસ્ક્રીમ લોકોના મનમાં રામબાણ ઈલાજ સાબીત થઈ રહ્યો છે.

તેઓની આવીજ ઘણી બધી વેરાયટી જેમ કે મધ, કાજુ આવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ બનાવેલ આઈસ્ક્રીમ લોકોના મનમાં રામબાણ ઈલાજ સાબીત થઈ રહ્યો છે.

તેઓની આવી જ ઘણી બધી વેરાયટી જેમ કે ઠંડાઈ, રાજસ્થાની, ઓર્ગેનીક ગુલકંદથી બનેલી ગુલકંદ કાજુ, રોઝ વેરાયટી અને બીટમાંથી બનાવેલ રેડ વેલ્ટેટ, ગાયના દુધમાંથી બનતો ઓર્ગેનિક કેરીનો ફ્રેશ મેંગો, રાવણા જાંબુ, સાકરટેટી, પાઈનેપલ, સીતાફળ, સંતરાની છાલના પિસ સાથેનો ઓરેંજ, લીલા નાળીયેર સેવનફૂટ કે જે સાત પ્રકારના ફ્રૂટના પિસ અને પલ્પથી આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે.

આવા વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ લોકોના મનમાં આર્કષણનું કેન્દ્ર બની ગયા છે. જયંતીભાઈ પટેલે યુવા વર્ગ માટે પણ ચોકલેટની અલગ- અલગ સાત પ્રકારની આઈસ્ક્રીમ બનાવતા હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનિય છે કે જયંતીભાઈ પટેલનાં પિતાજી મૂળજીભાઈ પટેલને પાંચ દાયકાનો અનુભવના નિચોડથી એકપણ પ્રકારના પાવડર કે એશન્સ વગર પચ્ચાસથી પણ વધારે ફલેવર્સ લોકોને પીરસી રહ્યા છે. અત્યારના સમયમાં લોકો ટેકનોલોજીના સથવારે ઓટોમેટીક મશીનમાં કામ કરાવે ત્યારે જયંતીભાઈ પટેલ જૂનવાણી પધ્ધતીથી ગુજરાતમાં એક માત્ર ''આશુતોષ કોઠી આઈસ્ક્રીમ'' કે જે કોઠી આઈસ્ક્રીમમાં પચ્ચાસથી વધુ ફલેવર્સ લોકોને પીરસી રહ્યા  હોવાનું જણાવાયું છે.

આ અંગે વધુ માહિતી માટે શ્રી જયંતિભાઈ પટેલ મો.૭૫૬૭૧ ૯૯૯૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:01 pm IST)