કોરોનામાં ફરજ પરનાં કર્મીઓને માસ્ક સહિતની સુવિધા આપો
આ અંગે યોગ્ય કરવા કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરા દ્વારા મ્યુ.કમિશનરને રજુઆત
રાજકોટ,તા. ૬: કોરોના મહામારીનાં સમયમાં ફરજ બજાવનારા કર્મચારીઓને સુરક્ષાના સાધનો પુરા પાડવા સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા કોંગી કોર્પોરેટર રેખાબેન દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.
આ અંગે કોંગી કોર્પોેરટરે પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને પહોંચી વળવા અને આમ જનતાને સુરક્ષા પુરી પાડવા રૂરજ બજાવનારા હેલ્થ કર્મચારીઓને પોતાની સુરક્ષા માટે કોરોનાગ્રસ્ત પોઝીટીવ મરીજોની સેવા બજાવવા માટે કર્મચારીઓને જરૂરી માટે જે સાધનો માસ્ક, ગ્લોઝ, એન-૯૫ જેવા કર્મચારીઓની પોતાની સુરક્ષા માટે જે સગવડો સરકારીશ્રી/ તંત્ર તરફથી પુરી પાડવામાં આવતી નથી.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે, કર્મચારીઓની જ સલામતી જ જળવાય તો સંક્રમણ વધવાના કિસ્સા વધુ બનશે. અને કર્મચારીઓ પણ સલામત નહીં રહે અને કોરોના કાબુમાં લેવો ભારે પડી જશે માટે આ અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.