રાજકોટ
News of Thursday, 6th August 2020

સદરની અતિ પ્રાચીન શ્યામલાલજી હવેલીમાં પ્રભુના હિંડોળા દર્શન

દર્શનાર્થીઓ માટે સેનેટાઈઝરની વ્યવસ્થા - સોશ્યલ ડિસ્ટન્સનું પાલન : મુખ્યાજી જયેશભાઈ મહેતા

રાજકોટ : શહેરમાં જૂની સદરમાં આવેલ અતિ પ્રાચીન શ્રી શ્યામલાલજી હવેલીમાં પ્રભુના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. અષાઢ વદ બીજથી નક્ષત્ર બદલાતાની સાથે જ હિંડોળા દર્શનનો પ્રારંભ થાય છે. ત્યારે રાજકોટમાં શ્રી શ્યામલાલજીની હવેલીમાં હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. પવિત્રા એકાદશીને લઈને શ્રી શ્યામ લાલજીની હવેલીમાં મોરના પીંછના દર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે પ્રભુના શણગારના હિંડોળાના દર્શનનો અનેક વૈષ્ણવોએ લાભ લીધો હતો. શ્યામલાલજી હવેલીમાં મુખ્યાજી જયેશભાઈ મહેતા દ્વારા પ્રભુને અલૌકિક લાડ લડાવીને હિંડોળામાં ઝુલાવ્યા હતા. દર્શનાર્થીઓ માટે હેન્ડ સેનેટાઈઝરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવવામાં આવી રહ્યુ છે.ખૂબ જ કલાત્મક અને આકર્ષક જુદા - જુદા સ્વરૂપમાં હિંડોળાના દર્શન કરવામાં આવેલ અને તે રીતે ગઈકાલે મોર પંખના અલૌકિક હિંડોળાના દર્શન હવેલીના મુખ્યાજી જયેશભાઈ મહેતાના ભગીરથ પ્રયાસથી કરવામાં આવતુ હોવાનું જણાવાયુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:59 pm IST)