રાજકોટ
News of Thursday, 6th August 2020

રતનપરની જમીનનું બિનખેતી પ્રિમીયમ વસુલ કરી રેગ્યુલાઇઝ કરી આપવા કોર્ટમાં દાવો

રાજકોટ તા. ૬: રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ગાયત્રી સોસાયટીમાં રહેતા તળશીભાઇ પાંચાભાઇ લીંબાસીયાએ રાજકોટ તાલુકાના ગામ-રતનપરના રે. સર્વે નં. ર૧૯ તથા રર૬/૧ માં આવેલ રામેશ્વર પાર્કના પ્લોટ નં. ૪ ચો.વા. પ૩૬ ની જમીન સબ રજી. દસ્તાવેજ નં. ૧પ૬૧ તા. ૧૯-૦ર-ર૦૦૮ થી પ્લોટના પ્રથમ ખરીદનાર પાસેથી ખરીદ કરેલ છે. જે પ્લોટ પ્રથમ ખરીદકર્તાએ રજી. દસ્તાવેજ નં. ૯૮ર તા. ૧૧-૦ર-૧૯૮પ થી જમીન માલીક સ્વ. અમરસંગ મહોબતસંગ ઝાલા પાસેથી ખરીદ કરેલ હતો. આમ આ પ્લોટ વાળી જમીન બાબતે તેમણે રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.

આમ જમીન માલીકે બિનખેતી કર્યા બાદ જાણી જોઇને બિનખેતી પ્રિમીયમ નથી ભરેલું અને તમામ પ્લોટોનું અલગ અલગ લોકોને વેંચાણ દસ્તાવેજ કરી તેની રકમ મેળવી લીધેલ છે. તેથી આ જમીનમાં પ્લોટ ધરાવતા તળશીભાઇ પાંચાભાઇ લીંબાસીયા વિગેરેએ રાજકોટની સીવીલ કોર્ટમાં જમીન માલીક, તાલુકા પંચાયત કચેરી, તથા બિનખેતી શાખા કલેકટર કચેરી સામે દાવો કરેલ છે કે જમીન માલીક સ્વ. અમરસંગ મહોબતસંગ ઝાલાના વારસદારો ભીખુભા અમરસંગ ઝાલા વિગેરે પાસેથી બિનખેતી પ્રિમીયમ, રૂપાંતર કર, વિગેરે વસુલ કરાવી જમીનનું બિનખેતી કાયમી મંજુર અને રેગ્યુલાઇઝ રાખતા હુકમની દાદ માંગતો દાવો દાખલ કરેલ છે. આ કામના વાદી તળશીભાઇ પાંચાભાઇ લીંબાસીયા તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે.

(2:54 pm IST)