ખીરસરામાં પંચાયત ભવનનું ખાતમુર્હુત
રાજકોટઃ સૌનો સાથ સૌનો વિકાસની નેમસાથે ગુજરાત રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસ કામો કરી રહેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રજાલક્ષી સુવિધા મળી રહે તેવા હેતુથી લોધીકા તાલુકાના ખીરસરા ગામમા ૩૮ લાખના ખર્ચે બનનાર ગ્રામપંચાયતના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તે કરવામાં આવેલ. આ શુભ મૂહુર્તમાં રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા, ખીરસરા સરપંચ મુકેશભાઇ મકવાણ ,સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ભક્તિ સ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ, રાજકોટ જીલ્લા યુવા ભાજપ જયેશભાઈ સાગઠીયા, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, મોહનભાઈ ખુંટ, રાજકોટ જીલ્લા ભાજપ કિશાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી, હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, મામલતદાર લોધીકા તાલુકા વિકાસ અધિકારી મેધા ભગત, તાલુકા ભાજપ શૈલેષભાઈ રાઠોડ, ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠીયા, કિશોરસિંહ ઝાલા, રધુવીરસિહ જાડેજા, સભ્ય કમલેશભાઈ વાગડિયા, મછાભાઇ લાબરીયા, માવજીભાઈ સાગઠીયા, મનજીભાઈ જીકાભાઈ મકવાણા, કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા, મુકેશભાઇ સાગઠીયા, ઉપપ્રમુખ વિરભદ્રસિહ જાડેજા, મેટોડા સરપંચ જેન્તીભાઇ સભાયા, ભરતભાઈ તેમજ મયાભાઈ સહિતના ઉપસ્થિત રહેલ