News of Wednesday, 6th July 2022
પડવલાના કારખાનામાંથી ૬૪ હજારના એલ્યુમીનીયમ બીડની ચોરી
રાજકોટ, તા. ૬ : શાપર-વેરાવળના પડવલા જીઆઇડીસીને કારખાનામાંથી તસ્કરો ૬૪ હજારના એલ્યુમીનીયમ અને બીડ કાસ્ટીંગ ચોરી કરી ગયા હતા.
મળતી વિગતો મુજબ શાપર-વેરાવળના પડવલા ગામે રિવેરા ગેટની અંદર આવેલા બાલાજી કાસ્ટીંગ નામના કારખાનામાં તસ્કરોએ પ્રવેશ કરી ઓફિસની બાજુમાં આવેલ રૂમના નકુચા તોડી એલ્યમીનીયમની પેટન ર૦૦ કિલો તથા શેડમાં રાખેલ બીડ કાસ્ટીંગ ૩૭૦ કિલો મળી કુલ ૬૪,૮૦૦ નો સામાન ચોરી કરી ગયા હતા. આ અંગે કારખાનેદાર ચિરાગભાઇ રે. રાજકોટની ફરીયાદ ઉપરની શાપર-વેરાવળ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:37 pm IST)