રાજકોટ
News of Monday, 6th July 2020

આજી-૧, ન્યારી-૧ અને ભાદરમાં ૩.૭૦ થી ૦.૩૦ ફુટ પાણીની આવક

આષાઢ વરસ્યો નવા નીર લાવ્યો

રાજકોટ તા. ૬ : શહેર-જીલ્લામાં આષાઢી માહોલ છવાયો છે બે દિવસથી સતત બે દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ત્યારે શહેરના પાણી વિતરણના  આધાર સ્તંભ સમો આજી-૧, ન્યારી,૧ અને ભાદર આ ત્રણેય ડેમોમાં ૩.પ૦ ૦.૩૦ ફુટ જેટલું નવુ પાણી આવ્યું છે.

મ.ન.પા.ના ઇજનેરોના જણાવ્યા મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આજે બપોરે આજી-૧માં ૩.૭૦ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ર૩.૮પ ફુટે પહોંચી છે. જયારે ન્યારી-૧માં ૧.પ૦ ફુટ નવુ પાણી આવતા હાલની સપાટી ૧૮.ર૦ ફુટે પહોંચી છે અને ભાદર-ડેમમાં ૦.૩૦ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ર૦.ર૦ ફુટ પહોંચી છે.

આમ શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ-ત્રણ ડેમોમાં નવાનીર આવતા તંત્ર વાહકોના હૈયે ઠંડક પહોંચી છે.

(4:34 pm IST)