રૈયાધારમાં વિજયએ દારૂ ઢીંચ્યા બાદ પત્નિ અને સાળી બંનેને લાકડીથી લમધારી નાંખી
રાજકોટ તા. ૬: રૈયાધારમાં પાણીના ટાંકા પાસે રહેતાં દેવીપૂજક શખ્સે દારૂનો નશો કર્યા બાદ પત્નિને લાકડીથી ફટકારતાં અને તે વખતે જ સાળી ઘરે આવતાં તેને પણ ધોલધપાટ કરતાં બંને બહેનોને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
રૈયાધારમાં રહેતી બસંતિ વિજય પરમાર (ઉ.૩૦)ને રાત્રે દસેક વાગ્યે પતિ વિજયએ દારૂ ઢીંચી ઝઘડો કરી લાકડીથી માર મારતાં તે વખતે જ નજીકમાં રહેતી બસંતિની બહેન આશા દિનેશ પરમાર (ઉ.૨૮) બસંતિ માટે જમવાનું લઇને આવતાં બનેવી વિજયએ તું શું અહિ આવી? કહી તેને પણ લાકડીથી ફટકારતાં બંને બહેનોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
વૈશાલીનગરમાં રૈયાધારની રાધિકા અને પિયુષ પર હુમલો
રૈયાધારમાં રહેતી રાધિકા અજય વેદાની (ઉ.૧૭) અને પિયુષ મહેશભાઇ ડાભી (ઉ.૧૯) સાંજે છએક વાગ્યે વૈશાલીનગર-૧૦માં રહેતાં ત્યારે શાહરૂખ ખાટકી અને અજાણ્યા રિક્ષાવાળાએ ઝઘડો કરી છરી-ધોકાથી ઘાયલ કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.