રાજકોટ
News of Friday, 6th July 2018

રાજકોટ સી.એ. બ્રાંચ ઓફ વિકાસા દ્વારા યુથ વાઇબ ફંકશન

રાજકોટ : સી.એ. ડે' ના ભાગરૂપે રાજકોટ સી.એ. બ્રાન્ટ સ્ટુડન્ટ એસોસીએશન દ્વારા યુથ વાઇબ ફેસ્ટીવલનું આયોજન કરાયુ હુત. જેમાં ૧૯ જેટલી કૃતિઓ સાથે સાંસ્કૃતિ કાર્યક્રમે ભારે જમાવટ કરી હતી. ૯૦૦ થી વધુ સી.એ. વિદ્યાર્થીઓ, સી.એ. મેમ્બર્સ, વાલીઓ ઉપસ્થિત રહેલ. આર.જે. આકાશ, આર.જે. મીતાએ એન્કરીંગ કરી સૌને મનોરંજન કરાવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સી.એ. બ્રાન્ચના ચેરમેન સી.એ. ભાવિન મહેતા, એક્ષ ઓફીસીઓ સી.એ. વિશાલ રાચ્છ તથા કમીટી મેમ્બરોએ જમેહત ઉઠાવી હતી. આ તકે સેલ્ડ ડીફેન્સ લર્નિંગ, બેઝિક કરાટે, એ ટોક ઓન પ્રોફેશ્નલ ફીટનેસ, સાયકલ રેલી, વુમન એમ્પાવર સેમીનાર, રંગોળી સ્પર્ધા, પેઇન્ટીંગ સ્પર્ધા, ઇન્ડોર ગેમનું પણ સી.એ. ડે'ની ઉજવણી અંતર્ગત આયોજન થયુ હતુ. (૧૬.૪)

(4:02 pm IST)