રાજકોટ
News of Friday, 6th July 2018

મલ્ટી કયુઝન રેસ્ટોરન્ટ 'વુડસ્ટોન'નો કાલથી મંગલારંભ

'વુડ'ના વાતાવરણ વચ્ચે 'ફુડ' ની લિજજત : કોઠારીયામાં ખાણી પીણીના શોખીનો માટે નવલુ નજરાણું

રાજકોટ તા. ૬ : શહેરની ભાગોળે કોઠારીયા ખાતેના સ્વાતી પાર્ક પાસે ૮૦ ફુટ રોડ પર કઇક નવા જ વુડન કન્સેપ્ટ પર મલ્ટીકયુઝન રેસ્ટોરન્ટ શરૂ કરવાનું સાહસ ઉંધાડ બંધુઓએ કર્યુ છે.

આજે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા રેસ્ટોરન્ટના સર્વશ્રી રમેશભાઇ ઉંધાડ, રજનીભાઇ ઉંધાડ, વિપુલભાઇ ઉંધાડે જણાવેલ કે આમ જુઓ તો આ વિસ્તાર રાજકોટની ભાગોળેનો ગણાય. પરંતુ અમોએ કરેલા સર્વે મુજબ અતિ ઝડપથી વિકસીત થતા જતા આ વિસ્તારમાં અત્યાધુનિક કહી શકાય તેવા રેસ્ટોરન્ટનો અભાવ હતો. જેથી આ વિસ્તારના ખાણી પીણીના શોખીનો માટે અમોએ આ રેસ્ટોરન્ટ શરૂ કરવા નિર્ણય લીધો.

અહીં પંજાબી, ચાઇનીશ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટફુડ સહીત અનેક આઇટેમો પીરસાશે. ૭૫૦ વારની જગ્યામાં લાકડાની પ્રતિકૃતિઓ અને સાયકલ, રેડીયો, કેમેરા જેવી એન્ટીક વસ્તુઓનું ડેકોરેશન રેસ્ટોરન્ટનું આકર્ષણ બની રહ્યુ છે.

બાળકો માટે ખાસ પ્લે એરીયા ડેવલોપ કરાયો છે. વેઇટીંગ સુવિધા પણ આરામદાયક બનાવવામાં આવી છે. નાના મોટા કોઇપણ પ્રસંગોને દિપાવવા રેસ્ટોરન્ટનો સ્ટાફ સજજ રહેશે. અહીં ૧૫ થી ૨૦ વર્ષના અનુભવી સારામાં સાર કુકની સાથે વિનમ્ર સ્ટાફની નિમણુંક કરાઇ છે.

કોઠારીયા રોડ, સ્વાતી પાર્ક, ૮૦ ફુટ રોડ ખાતે શરૂ કરાયેલ ઉંધાડ બંધુઓના આ નવા સોપાનરૂપ 'વુડસ્ટોન' રેસ્ટોરન્ટનો મંગલ પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના પત્ની અને મહિલા ભાજપ મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીની ઉપસ્થિતીમાં કરાશે.

આ મંગલ અવસરે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના પ્રેસીડેન્ટ પરેશભાઇ ગજેરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા વગેરે ઉપસ્થિત રહેશે.તસ્વીરમાં વિગતો વર્ણવતા રજનીભાઇ ઉંધાડ, રમેશભાઇ ઉંધાડ (મો.૯૮૨૫૨ ૨૨૮૭૫), વિપુલભાઇ ઉંધાડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)