વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા
જે.જી. માહુરકર ટ્રોફી ઓપન રાજકોટ લોન ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભઃ રવિવાર સુધી ચાલશે
રાજકોટઃ હિરેન મહેતા (ડિવિઝનલ સેક્રેટરી ડબલ્યુઆરએમએસ)ની યાદી મુજબ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા જનરલ સેક્રેટરી શ્રી જે.જી. માહુરકરના નામે ઓપન રાજકોટ લોન ટેનિસ ટુર્નામેન્ટનો ગઇકાલથી પ્રારંભ થયો છે. ૮મી સુધી ચાલનાર આ ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટમાં એન્ડ ગર્લ્સની ૬૪થી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહયા છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ડીડીઇશ્રી ચૌહાણ, એસીએમશ્રી પુરોહિત વગેરે હાજર રહયા હતા. હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ જસ્મીન ઓઝા આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહયા છે. આ આયોજનને સફળ બનાવવા માટે એન.પી. રાવલ, વિરેન રાવલ, રસીકભાઇ ડી.એસ શેરાવત, કમલેશ ત્રિવેદી, સોલંકીભાઇ કેતન ભટ્ટી, હિતેશ પરમાર, રામ અવતાર, હર્ષદ, આર્ચાયભાઇ, મહિલા વિંગના વિક્રમબા, ધર્મિષ્ઠા પૈજા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનનું સંચાલન શ્રીમતી અવની ઓઝાએ કરેલ હતુ.