રાજકોટ
News of Friday, 6th July 2018

રાજકોટમાં 'ધી ગ્રેટ કિશોરકુમાર ફેન કલબ'ની સ્થાપના

સૂર સાનિધ્ય ઈવેન્ટ્સ અને આર. ડી. ઠક્કર (પોપટ) દ્વારા ૪ ઓગષ્ટ કિશોરદાના જન્મદિને : રજીસ્ટ્રેશન ફી કે એડવાન્સ ફી નથી : કિશોરકુમાર પ્રેમીઓને એકતાંતણે જોડવાનો પ્રયાસ

રાજકોટ, તા. ૬ : શહેરની સંગીત પ્રેમી જનતા માટે અને તેમાં પણ ઙ્કહરફન મૌલાઙ્ખ એવા ફિલ્મ જગતનાં સીંગીંગ સુપરસ્ટાર કિશોરદા નાં ચાહકો માટે ખાસ આનંદની વાત કે કિશોરદા ની યાદમાં તેમના નામને અને ગીતોને અમર રાખવા રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઙ્કધી ગ્રેટ કિશોરકુમાર ફેન કલબઙ્ખ ની કિશોરદા ના ૮૯માં જન્મદિન તા.૪ ઓગષ્ટના શનિવારના રોજ ભવ્ય રંગારંગ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કલબની સ્થાપના થવા જઇ રહી છે.

કિશોરદાની જીવનયાત્રા

કિશોરદાનો જન્મ તા.૦૪/૦૮/૧૯૨૯ના રોજ ખંડવા- મધ્ય પ્રદેશમાં કુંજીલાલ ગાંગુલીનાં બંગાળી પરિવારમાં થયો હતો. જન્મનું નામ આભાસકુમાર ગાંગુલી હતુ. આગળ જતાં ફિલ્મ જગતમાં કિશોરકુમારનાં નામે ઓળખાયા હતા. ૧૯૪૬ની ઙ્કશિકારીઙ્ખ  ફિલ્મથી અભિનય કેરીયરની શરૂઆત કરેલ હતી. ત્યાર બાદ ૧૯૪૮માં પાશ્વ ગાયક તરીકે દેવાનંદ માટે ફિલ્મ ઙ્કજીદ્દીઙ્ખ માં ગીત ગાઇને ગાયનની શરૂઆત કરેલી. કિશોરકુમાર કે.એલ.સેહગલ  સાહેબના ખૂબ જ મોટા પ્રશંશક હતા અને તેમની ગાયકીથી ખૂબ જ પ્રભાવિત હતા. તેથી પાશ્વ ગાયકીની શરૂઆત તેમના જેવા ગાયન કંઠથી જ કરેલી. ૧૯૫૮માં પોતાના જ હોમ પ્રોડકશનની ફિલ્મ ઙ્કચલતી કા નામ ગાડીઙ્ખ જેમાં પોતાના બન્ને ભાઇઓ અશોકકુમાર અને અનૂપકુમાર તેમજ તે સમયની મશહૂર હિરોઇન મધુબાલાને લઇને બનાવેલ. જે ખૂબ જ સફળતાના શિખરે પહોચેલ. જેમાં કિશોરકુમારની અદાકારી અને ગાયકીએ ફિલ્મ જગતમાં તેમની એક અનોખી ઓળખ ઉભી કરી સમગ્ર દુનિયાને અને ફિલ્મ જગતને પોતાનો અનોખો પરિચય કરાવ્યો. પોતાના જીવનકાળ દરમ્યાન તેઓએ ૮૧ ફીલ્મોમાં પોતાનો અભિનય આપ્યો તેમજ ૧૮ ફીલ્મોનું નિર્માણ કર્યું. કિશોરકુમારે હિન્દી ઉપરાંત તામિલ, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલ્યાલમ અને બંગાળી ફીલ્મોમાં પણ પોતાનો કંઠ આપ્યો હતો. ફિલ્મ જગતનાં અનેક દિગ્ગજ સંગીતકારો જેમ કે, એસ.ડી. બર્મન, આર.ડી.બર્મન, હેમંતકુમાર, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા અનેક નામી સંગીતકારો સાથે તેમણે ખૂબ જ કામ કર્યુ. તદ ઉપરાંત ભારતીય ફિલ્મ સિનેમાને તેમને તેમની ગાયકીથી ૩-૩ સુપર સ્ટાર આપ્યા. જેમાં દેવઆનંદ, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન આ ત્રણેય અભિનેતા માટે તેમનો કંઠ એટલો બંધબેસતો હતો કે લોકોને એવો ભાસ થતો કે કિશોરદા તેમની અંદર રહીને ગાય છે.

કિશોરકુમારે ભારતીય સિનેમાના એવા સુવર્ણ કાળમાં પોતાની કારકીર્દિની શરૂઆત કરી કે, જયારે ફિલ્મ જગતમાં તલત મેહમૂદ, હેમંતકુમાર, મન્ના ડે, રફી સાહેબ, મુકેશજી જેવા ધૂરંધર ગાયકોની બોલબાલા હતી. છતાં પણ તેઓની વચ્ચે પોતાના અતૂટ વિશ્વાસ, મહેનત, લગન અને સંદ્યર્ષથી ફિલ્મ જગતમાં પોતાનુ એક અનેરૂ સ્થાન બનાવ્યુ. ૧૯૪૮ની ફિલ્મ ઙ્કજીદ્દીઙ્ખ થી આઙ્ખકટોબર-૧૯૮૭ ની ફિલ્મ ઙ્કવકત કી આવાઝઙ્ખ સુધીની પોતાની ૪૦ વર્ષની પાશ્વ ગાયકની સફરમાં ૮ ફિલ્મ ફેર એવોર્ડ મેળવી કરોડો સંગીતપ્રેમીઓના દિલમાં પોતાનુ એક અનેરૂ સ્થાન બનાવી અને લોકોના હોઠો સુધી પોતાની ગાયકી પહોંચાડી સંગીત જગતમાં રાજ કર્યુ. માસૂમ, નટખટ અને શરારતી સ્વભાવના કિશોરદાનું અંગત જીવન ખૂબ જ મુશ્કેલી અને સંદ્યર્ષ ભર્યુ હતુ. જન્મજાત જ ગાયક એવા કિશોરદા એ ગાયકીની કોઇપણ પ્રકારની તાલીમ હાંસીલ કરેલ ન હતી. ફકત કે.એલ.સેહગલ ને પોતાનો આદર્શ અને ગુરૂ માની નાનપણથી જ તેમના ગાયેલા ગીતો સાંભળી અને ગાઇ ને શીખતા. યોડલી ગાયકીના તેઓ રાજા કહેવાતા. તેના જેવા યોડલી ગીતો આજ સુધી કોઇએ ગાયા નથી અને ન તો ગાઇ શકશે. કિશોરદા આપણી ફિલ્મ જગતની એક ખૂબ જ મોટી વિરાસત છે. ૪ આઙ્ખગષ્ટ, ૧૯૨૯ થી ૧૩ આઙ્ખકટોબર, ૧૯૮૭ સુધીની ૫૮ વર્ષની ટુંકી જીવન યાત્રામાં સંગીતપ્રેમીઓના દિલમાં પોતાની એક અનેરી છાપ છોડી ગયા.

રાજકોટમાં પણ 'ધી ગ્રેટ કિશોરકુમાર ફેન કલબ'ની સ્થાપના કરનાર શ્રી આર.ડી. ઠક્કર (પોપટ) પણ કિશોરકુમારના અનન્ય ભકત છે. કિશોરકુમારને પોતાના જીવનનો આદર્શ માની તેમને ગુરૂની જેમ પૂજે છે.  તેઓની ગુરૂ ભકિત અદા કરવાના રૂણ સ્વરૂપે તેઓ આ સંસ્થાની સ્થાપના કરવા જઇ રહ્યા છે. તેઓ પોતે પણ કિશોરકુમારના અવાજની ખૂબ જ નજીક છે અને અનેક સ્ટેજ શો કરી ચુકેલ છે. તેઓ પોતે પણ સંગીત વિશેની ખૂબ જ આગવી સુઝ ધરાવે છે. જેના ઉદાહરણ રૂપે હાલમાં જ તેઓએ રાજકોટની સંગીત રસિક જનતા માટે ૧લી મે ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્ત્।ેના રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમનું સંચાલન કરી રાજકોટની સંગીતપ્રેમી જનતાને રસ તરબોળ કરી એક ઇતિહાસ રચી સંગીત શ્રોતાઓની ચાહના મેળવી અને સંગીત જગતમાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર શ્રી આર.ડી. ઠક્કર (પોપટ) દ્વારા જયારે આ કલબની સ્થાપના થવા જઇ રહી છે ત્યારે અચૂક આ સંસ્થા એક સંગીતનો માઇલ સ્ટોન બની સફળતાના શિખરો સર કરશે અને સંગીતપ્રેમીઓને ચોક્ક્સપણે સારૂ સંગીત માણવા મળશે. ભવિષ્યમાં આ સંસ્થાને કિશોરકુમાર ફાઉન્ડેશન સ્વરૂપમાં આગળ લઇ જવાનું તેમનુ એક સોનેરી સપનુ છે. જે સમગ્ર ભારતમાં ફ્કત ત્રણ જ જગ્યાએ ચલાવવામાં આવે છે.  દિલ્હી, મુંબઇ અને કલકત્ત્।ા અને ચોથું ગુજરાતમાં રાજકોટ શહેરમાં ચલાવવા માટેના અતુટ વિશ્વાસ અને શ્રધ્ધા તેમજ કિશોરદા ના આશિર્વાદ સાથે પોતાની સંગીતયાત્રા આગળ ધપાવી રહ્યા છે.

'ધી ગ્રેટ કિશોરદા ફેન કલબ'માં કોઇપણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી તેમજ કોઇપણ પ્રકારની એડવાન્સ ફી ભરવાની નથી. ફકત સભ્યો બનવા ઇચ્છતા લોકોએ પોતાના સભ્યપદ માટેનુ એક સાદુ ફોર્મ ભરવાનું રહેશે. જેમાં સભ્યની સંપૂર્ણ માહિતી જેમ કે, નામ, સરનામુ, કોન્ટેક નંબર જેવી સંસ્થાને લગતી જરૂરી વિગતો આપવાની રહેશે. સંસ્થા દ્વારા તમામ સભ્યોનું એક વોટ્સ એપ ગૃપ બનાવવામાં આવશે. કલબ દ્વારા આગામી પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે ત્યારે સભ્ય બનેલા તમામ સભ્યોને ફોન દ્વારા તેમ જ વોટ્સ એપ દ્વારા જાણ કરવામાં આવશે. આ કોઇ એક વ્યકિતનો પ્રયાસ નથી પરંતુ સમગ્ર કિશોરકુમાર પ્રેમીઓનો સહીયારો પ્રયાસ છે. તો આ સંગીત સમાગમમાં વધુમાં વધુ સંગીત પ્રેમી અને કિશોરદા પ્રેમીઓ જોડાવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે. વધુ વિગત અને જાણકારી માટે શ્રી આર.ડી. ઠક્કર(પોપટ)નો મો. ૯૪૨૭૨૦૦૦૫૫/ ૯૯૭૮૬૦૦૦૫૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)