રાજકોટ
News of Friday, 6th July 2018

વ્યસનમુકિતના પ્રણેતા ડો. એમ. કે. ત્રાંબડીયાની પૂણ્યતિથિએ સોમવારે ભકિત સંધ્યા

ત્રાંબડીયા પરિવાર અને ફ્રેન્ડ્સ કલબના સંયુકત ઉપક્રમે

રાજકોટ, તા. ૬ : તાલાલા પાસે ગલિયાવડ ગીરના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર અગ્રણી તબીબ અને વ્યસનમુકિત પ્રણેતા ડો. એમ. કે. ત્રાંબડીયાની પાંચમી વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે ડો. એમ. કે. ત્રાંબડીયા પરીવાર તથા ફેન્ડ્સ કલબના સંયુકત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે ભકિત સંધ્યાનું આયોજન ૯ને સોમવારે રાત્રીના ૯ વાગ્યાથી કરેલ છે. આ ભકિત સંધ્યામાં ગાયક ડોલર ઉપાધ્યાય, કિર્તી અખીયા તેમજ બી.કે. ગઢવીના કંઠે ભકિત ગીતોની સુરાવલી છેડાશે. કેવલ રાઠોડ અને વિપુલ રાઠોડ પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મ્યુઝીક ગોલ્ડ દ્વારા સંગીત પીરસાશે.

સેવાના સારથી તેમજ આ જીવન યુવાનોને વ્યસન મુકત કરવાના સિદ્ધાંતને વરેલા ડો.ત્રાંબડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ડોકટર સેલના કન્વીનર, ચેરમેન તરીકે વ્યસનમુકિત સમિતિ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર, પ્રમુખ કાલાવડ રોડ યુનિ. રોડ ડોકટર એસોસીએશન - રાજકોટ, સભ્ય - લોન કમીટી રાજકોટ નાગરીક સહકારી બેન્ક કાલાવડ રોડ શાખા, સભ્ય - પલ્સ પોલીયો કમીટી રાજકોટ જીલ્લો,  વાઈસ પ્રેસીડેન્ટ - ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર્સ, રાજકોટ, ચેરમેન ફ્રેન્ડ્સ કલબ રાજકોટ, પ્રમુખ તલાલા ગીર વિસ્તાર પટેલ પ્રગતિ મંડળ-રાજકોટ, કારોબારી સભ્ય આલાપ એવન્યુ સોસાયટી રાજકોટ જેવી સંસ્થાઓમાં સંકળાયેલા હતા. તેઓએ તમાકુ, ગુટખા, ફાકી, મસાલા વગેરે ઝેરી તત્વો વિશે સ્કુલો, કોલેજો, હોસ્ટેલો, સામાજીક પ્રસંગોમાં સચોટ આંકડાકીય માહિતી સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.

સ્વર્ગસ્થ ડો.ત્રાંબડીયાના સ્મરણાર્થે યોજાનાર આ ભકિત સંધ્યામાં દિપપ્રાગટ્ય નવનિયુકત મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય કરશે. મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, ભાજપ ડોકટર સેલના કન્વીનર ડો.અમિત હપાણી, ડો.એમ.વી. વેકરીયા, સેનીટેશન કમીટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમીટીના ચેરમેન શ્રીમતી જયોત્સનાબેન ટીલાળા, શિવસેના પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી તથા હિંગળાજ શકિત પીઠ ચોટીલાના રજનીશગીરી ગોસ્વામી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ફ્રેન્ડ્સ કલબના ચેરમેન લિનાબેન વખારીયા, પેટ્રન ડો.મનીષ દેસાઈ, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પ્રમુખ વજુભાઈ ગઢવી, ઉપપ્રમુખ સંદિપભાઈ પારેખ, મંત્રી વિપુલભાઈ રાઠોડ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, સહમંત્રી સમીરભાઈ જાવીયા, મહિલા પ્રમુખ શોભનાબેન વિઠ્ઠલાણી, કિરણબેન કેસરીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.કેતનભાઈ ત્રાંબડીયા (મો.૯૮૨૪૩ ૦૦૦૩૩), જસ્મીન ત્રાંબડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૭.૧૫)

(3:36 pm IST)