રાજકોટ
News of Friday, 6th July 2018

નશો કરી ખેલ કરતાં નિતીનને પિતાએ માથામાં પાવડો ફટકાર્યો

રાજકોટ તા. ૬: લક્ષ્મીનગર નાલા પાસે ઝૂપડામાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં નિતીન જીણાભાઇ વાઘેલા (ઉ.૨૦) નામના દેવીપૂજક યુવાનને રાત્રે તેના પિતા જીણાભાઇએ માથામાં પાવડો ફટકારી દેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દારૂ પી ખેલ કરતો હોવાથી પિતાએ માર માર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(12:28 pm IST)