રાજકોટ
News of Saturday, 6th June 2020

૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજથી જન જીવન પૂનઃ ધબકતુ થશે : ભંડેરી-ભારદ્વાજ

રાજયનું અર્થતંત્ર વેગવંતુ કરવા સરાહનીય પ્રયાસો : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૬ : કોરોના મહામારીના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતી ધ્યાને ભાજપ સરકારે જાહેર કરેલ રૂ.૧૪ હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજથી જન જીવન પુનઃ ધબકતુ થશે અને આર્થિક સ્થિતી ચેતનવંતી બનશે. તેમ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે આ પેકેજમાં પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં અનેક માફી તથા રાહતો જાહેર કરવામાં આવી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતિ બનાવવા કેપીટલ અને વ્યાજ સબસીડી આપવામાં આવી. મુખ્યમંત્રી રાહતનીધિમાંથી આરોગય વિભાગને રૂ.૧૦૦ કરોડની ફાળવણી, મહાપાલીકાઓને આર્થીક સહાય સહીતના લેવાયેલ પગલા આવકારદાયક હોવાનું આત્મનિર્ભર પેકેજને આવકારતા શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે જણાવેલ છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીમાં આત્મનિર્ભર  પેકેજને આવકારતા જણાવ્યુ છે કે લોકડાઉનમાં જે વેપાર ધંધા અને જનજીવનને માઠી અસર પહોંચી હતી તે આ પેકેજથી ફરી પૂર્વવત થઇ જશે. રાજયનું અર્થતંત્ર વેગવંતુ બની જશે. સરકારે લીધેલા પગલા અસરકારક નિવડશે. તેમ અંતમાં જણાવ્યુ છે.

(2:46 pm IST)