News of Wednesday, 6th June 2018
આજી ડેમ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘાયલ પ્રેમચંદ સંઘોઈનું મોત
રાજકોટ, તા. ૬ :. આજી ડેમ ચોકડી પાસે ચાર દિવસ પહેલા બંધ ટ્રક પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ડમ્પરના ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
મળતી વિગત મુજબ ચોટીલાના ડોળીયા બાઉન્ડ્રી પાસે રહેતા પ્રેમચંદભાઈ સાકરીયાભાઈ સંઘોઈ (ઉ.વ. ૪૫) ચાર દિવસ પહેલા ડમ્પર લઈને ડોળીયાથી ગોંડલ ચોકડી તરફ જતો હતો ત્યારે આજી ડેમ ચોકડી પાસે રોડ સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ ડમ્પર ઘુસી જતા ચાલકત પ્રેમચંદભાઈને ઈજા થતા પ્રથમ સિવીલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે દોશી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ ગઈકાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ કડછા તથા એએસઆઈ ચેતનભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી છે.
(11:32 am IST)